“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ને લઇને મેકર્સે લીધો મોટો નિર્ણય, જાણીને ઉછળી પડશો અને કહેશો વાહ ખુબ સરસ

ટીવીનો સૌથી વધારે પસંદ કરનાર શોમાંનો એક “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ના જો તમે ફેન છો તો તમારે આ ખબર વાંચવા જેવી છે. મેકર્સે દશેરાના દિવસે ચાહકોને એક ખાસ ગિફ્ટ આપી છે. જેને સાંભળી તમે ખુશીથી ઉછળી પડશો. ટીઆરપી લિસ્ટમાં તારક મહેતા હંમેશા ટોપ-5માં પોતાનું સ્થાન મેળવે છે. જે બાદ મેકર્સે  ચાહકોના એન્ટરટેઇનમેન્ટનો ડોઝ વધારવાનો નિર્ણય કર્યો છે.

વર્ષોથી ચાલી રહેલ આ શો આજે પણ દર્શકોની પહેલી પસંદ બનેલો છે. તારક મહેતા સપ્તાહમાં 5 દિવસ ટેલિકાસ્ટ થાય છે. શોના દરેક ચાહકો તેને સોમવારથી શુક્રવાર સુધી નિહાળે છે અને ત્યારે તેઓ ફરીથી સોમવાર આવવાની રાહ જોતા હોય છે. હવે ચાહકોની  આ રાહ ખત્મ કરવા માટે મેકર્સ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવતો આ શો હવે સપ્તાહમાં  5 નહિ પરંતુ 6 દિવસ આવશે એટલે કે હવે ચાહકો આ શોને સોમવારથી શનિવાર સુધી જોઇ શકશે.

જણાવી દઇએ કે, આ શોના અત્યાર સુધી 3200 એપિસોડ પૂરા થઇ ચૂક્યા છે. કોરોના કાળમાં કેટલાક સમય સુધી આ શોનું શુટિંગ રોકાઇ ગયુ હતુુુ. જો  કે, બાદમાં ગાઇડલાઇન અને સાવચેતી અનુસાર શોનું શુટિંગ ફરી ચાલુ કરવામાં આવ્યુ  હતુ. શોના કેટલાક એપિસોડ ગુજરાતમાં પણ શુટ કરવામાં આવ્યા હતા.

આ શોમાં માત્ર  કોમેડી જ નહિ પરંતુ સંબંધોને આપસમાં મળી કેવી સારી રીતે નિભાવવામાં  આવે છે તે પણ બતાવવામાં આવે છે. ત્યાં શોમાં ગોકુલધામ સોસાયટીના પરિવારોની કહાની બધા ધર્મ અને સંસ્કૃતિના લોકો મળીને કેવી રીતે રહેવુ તેને વધારે ખાસ બનાવે છે. શોના મુખ્ય પાત્ર દિલીપ જોશી હોય કે પછી શૈલેષ લોઢા બધાા પાત્રોને દર્શકો તરફથી ઘણો પ્રેમ મળે છે.

Shah Jina