સીક્રેટ લગ્ન બાદ સામે આવ્યો તાપસી પન્નૂના લગ્નનો વીડિયો, રેડ સૂટમાં નાચતા નાચતા એક્ટ્રેસે લીધી સ્ટેજ પર એન્ટ્રી

તાપસી પન્નૂના લગ્નનો વીડિયો આવ્યો સામે, રેડ જોડામાં મૈથિયાસ બો સાથે નાચતી જોવા મળી એક્ટ્રેસ

અનારકલી સૂટમાં નાચતા નાચતા તાપસી પન્નૂએ લીધી બ્રાઇડલ એન્ટ્રી, વિદેશી દુલ્હે રાજાએ સાઇકલ પર કરાવી એક્ટ્રેસની વિદાય

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ આ દિવસોમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. ઘણા સમયથી એવા અહેવાલો છે કે અભિનેત્રીએ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ મૈથિયાસ બો સાથે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા છે. જો કે લગ્નના કોઈ ફોટા સામે આવ્યા નથી અને તાપસીએ પણ આ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. ત્યારે હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જે તાપસીના લગ્નનો હોવાનું કહેવાય છે.

જો કે, આ વીડિયોને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક્ટ્રેસ દુલ્હનના આઉટફિટમાં જોવા મળી રહી છે. અભિનેત્રી નાચતા નાચતા સ્ટેજ પર પહોંચી હતી. તાપસી બ્રાઇડલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીએ લહેંગા-ચોલી અને સાડી છોડી અનારકલી સૂટ પસંદ કર્યો હતો. રેડ સૂટ સાથે તેણે રેડ બંગડીઓ, સોનેરી કલીરે અને બ્લેક સનગ્લાસ કેરી કર્યા હતા.

અભિનેત્રી જીત સિંહ અને ચિત્રા સિંહના ગીત ‘કોઠે તે આ માહિયા’ પર ડાન્સ કરતી નજર આવી રહી છે. વીડિયોના અંતમાં મૈથિયાસ ફૂલોથી શણગારેલી સાઇકલ પર બેઠેલો જોવા મળે છે. જણાવી દઇએ કે, અભિનેત્રીએ પંજાબી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે તાપસી-મેથિયાસના લગ્ન ઉદયપુરમાં થયા હતા અને તેમાં માત્ર નજીકના મિત્રો અને પરિવાર જ હાજર રહ્યો હતો.

પ્રી-વેડિંગ સેલિબ્રેશન 20 માર્ચે શરૂ થયું હતું અને 23 માર્ચે આ કપલ લગ્નના બંધનમાં બંધાયું. તાપસી અને મૈથિયાસ છેલ્લા 10 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2013માં ઈન્ડિયન બેડમિન્ટન લીગના ઉદ્ઘાટન સમારોહમાં થઈ હતી. બંનેએ ક્યારેય પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા નથી. જો કે, અભિનેત્રી કેટલીકવાર મૈથિયાસ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે છે.

થોડા દિવસો પહેલા બંને એકસાથે હોળી સેલિબ્રેટ કરતા જોવા મળ્યા હતા અને આ તસવીરમાં તાપસીની માંગમાં સિંદૂર જોવા મળતા તેના લગ્નની ચર્ચાએ જોર પકડ્યુ હતુ.મૈથિયાસ વિદેશી છે, તે મૂળ ડેનમાર્કનો રહેવાસી છે. તેનો ફિલ્મી દુનિયા સાથે કોઈ સંબંધ નથી, તે બેડમિન્ટન ખેલાડી છે. તેણે વર્ષ 2012 ઓલિમ્પિકમાં મેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina