બૉલીવુડ અભિનેત્રી તાપસી પન્નુએ કરણ જોહરના શો માં લઈને કર્યો મોટો ખુલાસો

સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી તાપસી પન્નુ પોતાની અપકમિંગ બૉલીવુડ ફિલ્મ ‘દોબારા’માં જોવા મળશે. એવામાં હાલમાં તાપસી પોતાની ફિલ્મનું જબરદસ્ત પ્રમોશન કરતી જોવા મળી રહી છે. હાલમાં દરેક કલાકારો પોતાની આવનારી ફિલ્મના પ્રમોશન માટે કોફી વિથ કરણ ચેટ શોમાં ભાગ લેતા જોવા મળી રહ્યા છે, એવામાં તાપસીએ મીડિયા સામે કોફી વિથ કરણ પર એવી વાત કહી દીધી કે તે હાલ ચારે તરફ ચર્ચાનો વિષય બની ચુકી છે.

તાપસી એક ઇવેન્ટમાં પોતાની ફિલ્મ દોબારાના પ્રમોશન માટે પહોંચી હતી અને બાજુની જ અન્ય કેબિનમાં કરણ જોહર પોતાના ચેટ શોનું પ્રમોશન કરી રહ્યા હતા. આ વચ્ચે તાપસીને સવાલ કરવામાં આવ્યો કે તેને કરણના ચેટ શોમાં શા માટે આમંત્રિત કરવામાં નથી આવી, તેના જવાબમાં તાપસીએ ફની અંદાજમાં કહ્યું કે તેની ઈફ એટલી પણ દિલચસ્પ નથી કે તેને કોફી વિથ કરણમાં બોલાવવામાં આવે.

કરણના શોમાં આ વખતે કલાકારની વિશે ઘણી વાતો કરવામાં આવી છે, રણવીર સિંહ અને આલિયા ભટ્ટે પણ પોતાની લાઈફ વિશેનો ખુલાસો કર્યો હતો. જો કે તાપસી હંમેશા મીડિયા સામે બેબાક અને ફની જવાબ આપતી જોવા મળે છે. તાપસીની ફિલ્મ દોબારા ટાઈમ ટ્રેવલ પર આધારિત છે અને તે અત્યાર સુધીમાં લંડન ફિલ્મ મહોત્સવ અને ફેનેસીયા ફિલ્મ મહોત્સ 2022 જેવા પ્રતિષ્ઠિત ફિલ્મ સમારોહમાં દેખાડવામાં આવી ચુકી છે.

એકવાર ફરીથી તાપસી અને અનુરાગે સાથે કામ કર્યું છે, તેના પહેલા બંનેએ ફિલ્મ મન મરઝીયામાં સાથે કામ કર્યું હતું. ફિલ્મ આવનારી 19 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. તાપસી છેલ્લી વાર શાબાશ મીથુમાં જોવા મળી હતી, જેમાં તેણે મિતાલી રાજનો અભિનય કર્યો હતો. ફિલ્મમાં તેના અભિનયની ખુબ પ્રશંસા થઇ હતી. જો કે ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી. ફિલ્મે માત્ર 2.22 કરોડનો બિઝનેસ કર્યો હતો.

Krishna Patel