મેળામાં ઘટી ભયંકર દુર્ઘટના, આકાશી ચગડોળ હવામાંથી આવીને સીધો જ જમીન ઉપર પટકાયો, રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો આવ્યો સામે

મેળામાં લોકો હવાઈ રાઈડની મજા માણી રહ્યા હતા ત્યારે જ હવામાંથી રાઈડ સીધી જ જમીન ઉપર પટકાઈ, અઢળક લોકો ઘાયલ, હિમ્મત હોય તો જ જોજો વીડિયો

આપણા દેશમાં ઘણીવાર ઘણી દુર્ઘટનાઓના સમાચાર આવતા હોય છે. મેળાની અંદર ઘણીવાર કેટલીક રાઈડ પણ તૂટીને જમીન ઉપર પટકાતી હોય છે, જેના કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત બને છે અને ઘણા લોકોના જીવ પણ જતા હોય છે. ત્યારે આવી રાઈડ માટે સલામતીનું ધ્યાન ના રાખવું ખુબ જ મોંઘુ પડે છે, હાલ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક રાઈડ હવામાંથી સીધી જ જમીન ઉપર પટકાઈ હતી જેમાં ઘણા બધા લોકો ઘાયલ પણ થયા હતા.

આ મામલો સામે આવ્યો છે પંજાબના મોહાલીમાંથી. જ્યાં ગત રવિવારના રોજ આ મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં એક મેળામાં આકાશી રાઈડ હવામાં ઝૂલતી ઝૂલતી અચાનક નીચે આવી. જે બાદ ચીસો સાથે નાસભાગ મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. ઘાયલોમાં પુરુષો ઉપરાંત મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માત મોહાલીના દશેરા ગ્રાઉન્ડમાં થયો હતો.

લગભગ 50 ફૂટની ઊંચાઈથી ઝૂલો તૂટ્યો અને જમીન પર પડ્યો હોવાના અહેવાલ છે. ઝૂલો તૂટતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે નાસભાગમાં કોઈને ઈજા થઈ ન હતી. અકસ્માત બાદ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ ઘટના રાત્રે 9 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે ડ્રોપ ટાવરનો સ્વિંગ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો હતો. અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને તે ખૂબ જ ઝડપે નીચે પડી ગયો. અકસ્માતમાં મહિલાઓ અને બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, તેમના મોઢા અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.

ઘટનાસ્થળે હાજર લોકો ઘાયલોને તાત્કાલિક પોતાના વાહનોમાં હોસ્પિટલ લઈ ગયા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રાહત કામગીરીમાં લાગી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મેળાની આયોજક કંપની દિલ્હી ઇવેન્ટ્સ સપ્ટેમ્બરમાં જ ગુરુગ્રામ અને પંચકુલામાં અને ડિસેમ્બરમાં ચંદીગઢમાં સમાન મેળાનું આયોજન કરવા જઈ રહી છે.

મેળાના આયોજક દિલ્હી ઈવેન્ટ્સ કંપનીના સન્ની સિંહે કહ્યું કે અમે શોધીશું કે આ કેવી રીતે થયું અને એવું લાગે છે કે કોઈ તકનીકી સમસ્યા હતી. અગાઉ પણ અમે વિવિધ ઉત્સવોનું આયોજન કર્યું છે, પરંતુ એવું ક્યારેય બન્યું નથી. તેમ છતાં, અમે કારણ શોધીશું અને વહીવટીતંત્ર અને પોલીસને સહકાર આપીશું. આ ઉપરાંત ડીએસપી હરસિમરન સિંહે કહ્યું કે રવિવાર હોવાના કારણે મેળામાં ઘણી ભીડ હતી. “અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તે કેવી રીતે થયું,” તેમણે કહ્યું. આ અંતર્ગત કેસ નોંધવામાં આવશે.

Niraj Patel