ઓહ ગોડ: ગુજરાતમાં નવી બીમારીની એન્ટ્રી : 180 કેસ, 9 લોકોના મોત – જાણો તેને ડામવાના ઉપાયો
Swine Flu Case In Gujarat : હાલ ગુજરાતની અંદર દિવસે કાળઝાળ ગરમી પડી રહી છે તો રાત્રે ઠંડકનો માહોલ પણ સર્જાય છે, સાથે સાથે વાદળ છાયું વાતાવરણ પણ જોવા મળે છે. આ બેવડી ઋતુની અંદર લોકો બીમાર પણ સતત પડી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે ગુજરાતમાં છેલ્લા 3 મહિનાથી એક ખતરનાક વાયરસે પણ દસ્તક દીધી છે. ગુજરાતમાં સ્વાઈન ફલૂના કેસોમાં અચાનક વધારો થતો જોવા મળી રહ્યો છે. જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી 180 કેસ નોંધાયા છે જેમાંથી 9 લોકોના મોત પણ નિપજ્યા છે.
સ્વાઈન ફ્લૂના કેસોમાં ગુજરાત દેશભરમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. સ્વાઈન ફ્લૂના સતત વધી રહેલા કેસોના કારણે આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે. વાત કરીએ સમગ્ર દેશની તો જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ સ્વાઇનફલુના 2545 કેસ નોંધાઈ ચુક્યા છે અને દેશભરમાં કુલ 77 લોકો આ બે મહિનામાં જ સ્વાઈન ફલૂના કારણે મોતને પણ ભેટ્યા છે.
તબીબોના જણાવ્યા અનુસાર સ્વાઈન ફલૂ વકરવાનું કારણ મિક્સ ઋતુ છે. હાલ ઠંડી તવેમજ ભેજવાળા વાતાવરણમાં સ્વાઈન ફલૂના કેસમાં વધારો થયા છે. ઉનાળામાં જેમ જેમ ગરમીનું પ્રમાણ વધશે તેમ તેમ સ્વાઈન ફ્લૂના કેસોમાં પણ ઘટાડો થતો જોવા મળી શકે છે. સ્વાઈન ફલૂ ફેલાવવાનું મુખ્ય કારણે સ્વાઈન ફલૂ સંક્રમિત દર્દીના સંપર્કમાં આવવાથી થાય છે.
સ્વાઈન ફલૂ પ્રભાવિત વ્યક્તિ અન્ય વ્યક્તિને સ્પર્શ કરે, છીંકવા કે ખાંસવા કે પીડિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી બીજા વ્યક્તિમાં સ્વાઈન ફલૂ ફેલાવવો ખતરો રહે છે. તાવ આવવો, ખાંસી આવવી, ગળામાં તકલીફ થવી, શરીરમાં દર્દ થવું, માથુ દર્દ અને કમકમાટી અનુભવાવી, નબળાઈ લાગવી, કેટલાક લોકોને ઉલટી પણ તેવી એ સ્વાઈન ફલૂના લક્ષણો છે.