પેટની ભૂખ સંતોષવા માટે આવેલા સ્વિગીના ડિલિવરી બોયનો ગ્રાહકે મોબાઈલ તોડી નાખ્યો અને કર્યું એવું વર્તન કે… જુઓ વીડિયો

માણસ થઈને પણ જો તમારા માણસાઈ ના હોય તો આ ધરતી ઉપર ભાર તમારા કારણે જ વધ્યો છે ! બિચારા ડિલિવરીબોય સાથે જે થયું તે બહુ જ ખરાબ છે

આજે મોટાભાગના લોકો ઓનલાઇન જમવાનું મંગાવતા હોય છે. ત્યારે ઘણા લોકો એવા પણ હોય છે જે મફત ખાવાનું લેવા માટે અવનવા હથકંડા પણ અપનાવતા હોય છે. પરંતુ એ લોકો એ નથી વિચારતા કે તેમના દ્વારા કરવામાં અવાયેલા આવા ષડયંત્રનો ભોગ બિચારા ડિલિવરી બોય બનતા હોય છે. ઓછા પગારમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ડિલિવરી બોયને તમારા દ્વારા કપટથી લેવામાં આવેલા ફૂડના પૈસા ભોગવવા પડતા હોય છે.

તો ઘણીવાર આપણે એવું પણ જોયું છે કે ઘણા લોકો ડિલિવરી બોય સાથે એવું વર્તન કરતા હોય છે કે જાણે તે તેમનો દુશ્મન હોય. ડિલિવરી બોય ઠંડી હોય કે તડકો કે પછી ધોમધમાર વરસાદ કેમ ના હોય, એ તમારા પેટની ભૂખ સંતોષવા માટે ગમે તેમ કરીને તેના નિર્ધારિત સમયમાં તમારા હાથમાં ગરમ ગરમ જમવાનું પહોંચાડે છે. પરંતુ તેમની સાથે કરવામાં આવેલું ખરાબ વર્તન તેમને કેટલી પીડા આપતું હશે એ હાલ વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક સ્વિગીનો ડિલિવરી બોય રડતો જોવા મળી રહ્યો છે, સાથે જ તે કહે છે કે હું આખો દિવસ ડિલિવરી બોયનું કામ કરું છું અને આ ભાઈ મને ખોટી રીતે મારે છે, આને મારો મોબાઈલ તોડી નાખ્યો 14,000નો. જમીન ઉપર છુટ્ટો ફેંકી દીધો, જેના બાદ તે ફોન ઉપર કોઈની સાથે વાત કરે છે અને પોતાની સાથે થયેલી આપવીતી પણ જણાવે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તે ડિલિવરી બોય રડતા રડતા ફોન ઉપર કહી રહ્યો છે કે હું અહીંયા સમાન લેવા માટે આવ્યો હતો, ત્યારે ઓનલાઇન પેમેન્ટ નહોતું થતું તો થોડો દૂર ગયો એટલામાં એ ભાઈએ મને પાછો બોલાવ્યો અને હું તરત આવ્યો તો મને કહે તું ભાગીને કેમ ગયો એમ કહીને મારા મોઢા ઉપર બે ચાર ઘુસા મારી દીધા.

 

View this post on Instagram

 

A post shared by  (@reelwaaz)

આ ઘટનાનો એક બીજો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પોલીસ પણ આવે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દિલ્હી પોલીસની ગાડી ત્યાં આવે છે અને જે વ્યક્તિએ ડિલિવરી બોયને માર માર્યો હતો તેને ગાડીમાં બેસાડીને લઇ જાય છે. બીજા વીડિયોની શરૂઆતમાં પણ તે વ્યક્તિ કહેતો સંભળાય છે કે મધર ડેરી વાળા પાસે મારુ આઈડી છે, ગાડીનો નંબર છે તે છતાં પણ તેને મને ચોર કહીને માર્યો. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ પણ કોમેન્ટમાં આ ડિલિવરી બોય પ્રત્યે સહાનુભૂતિ બતાવી હતી.

Niraj Patel