કંઝાવાલા જેવો ખોફનાક કાંડ ! કારે બાઇક સવાર Swiggy એજન્ટને 500 મીટર સુધી ઘસેડ્યો, દર્દનાક મોત

Swiggy ડિલીવરી બોયને દૂર સુધી ઘસેડી લઇ ગયા કાર સવાર, મળ્યુ દર્દનાક મોત

દિલ્લીના કંઝાવાલા રોડ અકસ્માત જેવી વધુ એક ખબર હાલ સામે આવી છે. નોએડામાં પણ આવી જ ઘટના બની છે. જેમાં એક કારની ટક્કરથી સ્વિગી ડિલીવરી બોયનું મોત થઇ ગયુ. ટક્કર બાદ કાર ચાલકે ડિલીવરી બોયને લગભગ 500 મીટર દૂર સુધી ઘસેડ્યો હતો. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી દરમિયાનની રાતમાં કૌશલ યાદવ નામના ડિલીવરી બોયને એક કારે ટક્કર મારી હતી.

કૌશલ મૈનપુરીનો રહેવાસી હતો. આ ઘટના રાત્રે લગભગ એક વાગ્યા આસપાસ બની હતી.નોએડાના ફેઝ 1 થાના અંતર્ગત 14એ ફ્લાયઓવર પર એક કારે કૌશલની બાઇકને ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ કાર ચાલકે ફ્લાયઓવરથી લઇને શનિ મંદિર સુધી એટલે કે લગભગ 500 મીટરથી 1 કિમી સુધી ડિલીવરી બોયને ઘસેડ્યો હતો. તે બાદ કાર ચાલક ફરાર થઇ ગયો.

ઘટનાસ્થળ પર હાજર કેટલાક લોકો અનુસાર કારે 1 કિમી સુધી કૌશલને ઘસેડ્યો હતો. રાત્રે 1 વાગ્યે જ્યારે કૌશલના ભાઇ અમિતે તેને ફોન કર્યો તે ત્યાં હાજર એક કેબ ડ્રાઇવરે ફોન ઉઠાવી પૂરી ઘટના જણાવી.જે બાદ અમિતે આ મામલે રીપોર્ટ દાખલ કરાવ્યો. આ મામલે પોલિસે જણાવ્યુ કે, વિસ્તારના CCTV ફુટેજ તપાસવામાં આવી રહ્યા છે.

ઉત્તરપ્રદેશના ગ્રેટર નોએડામાં પણ 31 ડિસેમ્બરના રોજ રાત્રે ત્રણ વિદ્યાર્થીનીઓને એક કારે ટક્કર મારી હતી. બજારથી સામાન લઇ જઇ રહેલી વિદ્યાર્થીઓને એક સેંટ્રો કારે ટક્કર મારી હતી. કારમાં ત્રણ યુવક સવાર હતા. ત્રણેય દારૂના નશામાં ધૂત હતી. ઘટના બાદ ત્રણેય ફરાર થઇ ગયા હતા.

આ ઘટનામાં બિહારની રહેવાસી એક વિદ્યાર્થી સ્વાતિ સિંહ ગંભીર ઘાયલ થઇ હતી. બ્રેન હેમરેજને કારણે સ્વાતિ કોમામાં ચાલી ગઇ, તેના એક પગમાં પાંચ ફેક્ચર થયા હતા. ઘાયસ છોકરીએ જણાવ્યુ કે તેમને એક સેંટ્રો કારે પાછળથી ઘણી તેજ ટક્કર મારી હતી.

Shah Jina