ઇસ્કોન બ્રિજની ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં સુરતમાં નશામાં ધૂત કાર ચાલકે 6 લોકોને લીધા અડફેટે, લોકોએ પકડીને ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો

Surat Accident: કાપોદ્રામાં નશામાં ધૂત કાર ચાલકે 6 લોકોને અડફેટે લીધા, BRTS રૂટમાં જ બબાલ કરી ઢીબી નાખ્યો

Swift car driver hit 6 people in Surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકોના મોત પણ નિપજતા હોય છે, થોડા દિવસ પહેલા જ અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 10 લોકોના કમકમાટી ભરેલા મોતની ઘટનાના પડઘા હજુ પણ શમ્યા નથી, છતાં રાજ્યભરમાંથી ઓવર સ્પિડીંગ, ડ્રિન્ક કરીને કાર ચલાવવાના અને લોકોને અડફેટે લેવાના મામલાઓ સામે આવતા હોય છે. ત્યારે હાલ સુરતમાંથી એક એવી જ ઘટના સામે આવી છે.

6 લોકોને લીધા અડફેટે :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કાપોદ્રા વિસ્તારની અંદર એક સ્વીફ્ટ ચાલકે મોડી રાત્રે BRTS રૂટમાં બેફિકરાઈ ભરી રીતે કાર હંકારતા 3 બાઈક અને 2 રાહદારીઓ સહીત 6 લોકોને અડફેટે લીધા હતા. આ અક્સમાતની ઘટના એટલી ગંભીર હતી કે બાઈક પણ ફંગોળાઈ ગયા હતા અને અકસ્માત બાદ કાર પણ 25 ફૂટ દૂર જઈને ઉભી રહી હતી. ત્યારે ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા.

લોકોએ ચખાડ્યો મેથીપાક :

આ ઘટનામાં લોકોએ એકઠા થઈને કાર ચાલકને કારની બહાર કાઢીને મેથીપાક પણ ચખાડ્યો હતો. ઘટનાની જાણ તથા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. કાર ચાલક નશાની હાલતમાં હોવાની પણ માહિતી આવી રહી છે. તો ઘટનામાં ઇજા પામેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ તમામ ઇજાગ્રસ્તોને હાથ અને પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે.

નશામાં ધૂત હોવાનું આવ્યું સામે :

સ્થાનિકોના જણાવ્યા અનુસાર કાર ચાલાક દારૂના નશામાં ધૂત હતો. હાલ આ મામલે પોલીસે સ્થાનીલ લોકોના આક્ષેપ પ્રમાણે ચાલકના સેમ્પલ લઇ લીધા છે અને સાથે જ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. BRTS રૂટમાં પ્રતિબંધ હોવા છતાં પણ આ વ્યક્તિ લાલ રંગની સ્વીફ્ટ કાર લઈને પુરપાટ ઝડપે કાર હંકારી રહ્યો હતો અને તેને બેફકરાઈથી કાર હંકારતા 6 લોકોને અડફેટે લઇ લીધા. ત્યારે અમદાવાદ બાદ સુરતમાંથી પણ સામે આવી રહેલી આવી ઘટનાઓએ લોકોમાં ચિંતાનો માહોલ ગરમ કર્યો છે.

Niraj Patel