સ્વિટી પટેલ કેસમાં આવ્યો નવો વણાંક: અજય 1 મહિના પહેલા જ….જાણો વિગત

વડોદરાના ચકચારી કેસ મામલે હજી પણ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે PI અજય દેસાઇએ જ સ્વીટી પટેલની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. તેમણે પોતે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. આ કેસને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગણતરીના દિવસોમાં  જ ઉકેલી નાખ્યો હતો. આ કેસમાં અજય દેસાઇને PI પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ કેસના બે આરોપી એવા અજય દેસાઇ અને કિરીટ સિંહ બનંના 11 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

અજય દેસાઇએ 49 દિવસ પછી તેમનો ગુનો કબૂલ્યો હતો અને 25 જુલાઇના રોજ ગણતરીના દિવસોમાં ક્રાઇમ બ્રાંચે આ કેસ ઉકેલી લીધો હતો. કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજા સાથે પીઆઇ દેસાઇની નીકટતા હતી અને સ્વીટીની હત્યા કર્યા બાદ કિરીટસિંહ જાડેજાની અજય દેસાઇએ મદદ લીધી હતી. અમદાવાદની ક્રાઇમ બ્રાંચની તપાસમાં આ કેસમાં ઘણા ખુલાસઓ થયા છે અને એક મહિના પહેલા જ સ્વીટીને મારવાનો પ્લાન ઘડ્યો હોવાની પણ વિગત સામે આવી છે.

આ ઘટનાના એક મહિના પહેલા અજય દેસાઇએ કિરીટસિંગને જણાવ્યુ હત કે અમદાવાદમાં તેમની બહેન છે તેને પરિણિત વ્યક્ત સાથે સંબંધથી 3-4 માસનો ગર્ભ રહી ગયો છે અને પરિવારના લોકો તેનો નિકાલ કરવા માંગે છે એ માટે જરૂર પડે તો મદદ કરજો. આના પરથી અનુમાન લગાવી શકાય છે કે અજયે સ્વીટીની હત્યાનો પ્લાન 1 મહિના પહેલા જ ઘડી નાખ્યો હતો.

સ્વીટી પટેલ કેસ મામલે અનેક ખુલાસા થઇ રહ્યા છે ત્યારે વધુ એક વિગત બહાર આવી છે. સ્વીટી 15 દિવસના અંતરે જ પ્રેગ્નેટ થઇ ગઇ હતી અને તેના જ કારણે તે અજય સાથે લગ્નની વાત કરી રહી હતી. આના જ કારણે ઝઘડા શરૂ થઇ ગયા હતા અને તેણે ભારત છોડીને ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી પણ બતાવી હતી. અજયે પણ ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી હતી.

અજય દેસાઇને આ વાતથી હાશકારો થયો પરંતુ સ્વીટી ઓસ્ટ્રેલિયા ગઇ નહિ અને આ બાબતે તેમના વચ્ચે ઝઘડા વધી ગયા. આ જ કારણે આખરે કંટાળીને અજયે સ્વીટી પટેલથી છુટકારો મેળવવા માટેનો પ્લાન બનાવ્યો.

Shah Jina