PI પત્ની સ્વીટી પટેલ ગુમ કેસમાં આવી ગયા સૌથી મોટા સમાચાર, જાણો વિગત

વડોદરાના  PIના પત્ની ગુમ થવાના કેસમાં હજી સુધી તો તેમનો કોઇ પત્તો મળ્યો નથી ત્યારે આ કેસમાં હવે શંકાના દાયરામાં સ્વીટી પટેલના પતિ અને PI દેસાઇનો પોલિગ્રાફ અને નાર્કો ટેસ્ટ કરવા માટે કોર્ટે મંજૂરી આપી છે. કરજણ કોર્ટ દ્વારા આ મંજૂરી આપી દેવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા PIના CDS ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ગુમ થયેલા સ્વીટી પટેલને શોધવા માટે દહેજ પંથકના વિવિધ ગામો ખાતે પોલીસની ટીમો તરફથી સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. છેલ્લા છ દિવસથી આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

ઘટનાની વિગત જોઇએ તો, પોલીસ તંત્રમાં SOG શાખા અને કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા PI દેસાઇના પત્ની સ્વીટીબેન પટેલ ઘણા સમયથી ગાયબ છે અને તેમની તપાસમાં પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. પોલીસન તંત્ર સ્વીટી પટેલને શોધવામાં લાગી ગયું છે. આ કેસમાં હાલમાં જ એક ચોંકાવનારી વિગત સામે આવી હતી. વડોદરાના PI અજય દેસાઈના પત્ની ગુમ થવાના મામલે પોલીસને શંકાસ્પદ માનવ અવશેષ મળ્યા હતા.

હાલ પોલીસે આ શંકાસ્પદ હાડકા તપાસ માટે FSL માં મોકલ્યા છે. તેના DNA ટેસ્ટ પણ કરાશે. પોલિસ દ્વારા એવું અનુમાન લગાવવામાં આવે છે કે, આ હાડકા સ્વીટી પટેલના હોઇ શકે છે. હવે હકિકત શુ છે તે તો FSL અને DNA રીપોર્ટ બાદ જ ખબર પડશે.

PI દેસાઇની પત્ની સ્વીટી પટેલ કથિત રીતે ઘરેથી ચાલ્યા ગયા હતા અને ત્યાર બાદ શનિવારના રોજ પોલિસને એક બિલ્ડિંગની પાછળ શંકાસ્પદ હાલતમાં સળગેલા હાડકા મળી આવ્યા હતા.હાડકા મળી આવ્યા બાદ પોલીસ દ્વારા સ્વીટના પતિના મોબાઈલ લોકેશનની તપાસ કરવામાં આવી હતી અને તે દિવસે PI દેસાઇનું મોબાઈલ લોકેશન અટાલી પાસે મળી આવ્યું હોવાનું જાણવા મળ્યુ હતુ, હવે રીપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ મળી આવેલ માનવ અવશેષો સ્વીટી બેનના છે કે નહિ.

તમને જણાવી દઇએ કે, વડોદરાના કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા SOG PI દેસાઇના પત્ની સ્વીટી પટેલ 5 જૂનની રાતથી જ ગાયબ છે અને તે બાદ 1 મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે છત્તાં પણ તેમનો કોઇ પત્તો લાગ્યો નથી.

Shah Jina