PI પત્ની સ્વીટી પટેલ ગુમ કેસમાં આવ્યો મોટો વળાંક, પોલિસને અવાવરુ મકાનમાંથી સળગેલા હાડકાં મળ્યાં

પોલીસ તંત્રમાં SOG શાખા અને કરજણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા PI દેસાઇના પત્ની સ્વીટીબેન પટેલ 1 માસથી ગુમ થઇ જતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. ત્યારે સ્વીટી બેનનો પાસપોર્ટ પણ વર્ષ 2020માં એક્સપાયર થઇ ગયો હતો, જેને રિન્યુ કરાવવામાં આવ્યો નથી. પોલીસન તંત્ર ગુમ થયેલ PI દેસાઇની પત્ની સ્વીટી પટેલને શોધવામાં લાગી ગયું છે. હવે આ કેસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે.

વડોદરાના PI અજય દેસાઈના પત્ની ગુમ થવાના મામલે પોલીસને શંકાસ્પદ માનવ અવશેષ મળ્યા છે. હાલ પોલીસે આ શંકાસ્પદ હાડકા તપાસ માટે FSL માં મોકલ્યા છે. તેના DNA ટેસ્ટ પણ કરાશે. પોલિસ દ્વારા એવું અનુમાન લગાવવામાં આવે છે કે, આ હાડકા સ્વીટી પટેલના હોઇ શકે છે.

હવે હકિકત શુ છે તે તો FSL અને DNA રીપોર્ટ બાદ જ ખબર પડશે. PI દેસાઇની પત્ની સ્વીટી પટેલ કથિત રીતે ઘરેથી ચાલ્યા ગયા હતા અને ત્યાર બાદ શનિવારના રોજ પોલિસને એક બિલ્ડિંગની પાછળ શંકાસ્પદ હાલતમાં સળગેલા હાડકા મળી આવ્યા હતા.

હાડકા મળી આવ્યા બાદ પોલીસ દ્વારા સ્વીટના પતિના મોબાઈલ લોકેશનની તપાસ કરવામાં આવી હતી અને તે દિવસે PI દેસાઇનું મોબાઈલ લોકેશન અટાલી પાસે મળી આવ્યું હોવાનું જાણવા મળ્યુ હતુ, હવે રીપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ મળી આવેલ માનવ અવશેષો સ્વીટી બેનના છે કે નહિ.

Shah Jina