સલમાન ખાન બાદ હવે બૉલીવુડની આ દિગ્ગ્જ અભિનેત્રીને પણ મળી જાનથી મારી નાખવાની ધમકી, ચિઠ્ઠીમાં લખ્યું… “અર્થી ઉઠશે…” જુઓ

સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ બોલીવુડના કલાકારોને પણ ધમકી મળવાનો સિલસિલો ચાલુ જ છે. થોડા સમય પહેલા જ બોલિવૂડ એક્ટર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. 5 જૂનના રોજ સવારે સલમાન ખાનના પિતા સલીમ ખાનને મળેલા પત્ર દ્વારા અભિનેતાને આ ધમકી આપવામાં આવી હતી. આ સમાચારે ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચાવી દીધો હતો અને પોલીસ પણ કડક તપાસમાં લાગી ગઈ હતી.

ત્યારે સલમાન ખાન પછી હવે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની દમદાર અભિનેત્રી સ્વરા ભાસ્કરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. અભિનેત્રીને તેના ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા એક પત્ર મળ્યો છે, જેમાં સ્વરાને મારવાની વાત કરવામાં આવી છે. હિન્દીમાં લખાયેલા આ પત્રમાં સ્વરા ભાસ્કરને મારવાની સીધી વાત કરવામાં આવી છે.

અભિનેત્રીને ચેતવણી આપવામાં આવી છે કે તે વીર સાવરકરનું અપમાન કરવાનું બંધ કરે અને માત્ર તેની ફિલ્મો પર ધ્યાન આપે. આ પત્રમાં મોકલનારનું નામ લખવામાં આવ્યું નથી. પરંતુ આ પત્ર મોકલનારે પોતાને દેશનો યુવા ગણાવ્યો છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે તમારી ભાષાને મર્યાદામાં રાખો…વીર સાવરકરનું અપમાન સહન નહીં કરીએ. આ દેશનો નવયુવાન. તમારી ફિલ્મ આરામથી બનાવો નહીંતર અર્થી ઉઠશે. તો આ મામલાને લઈને સ્વરાએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જણાવી દઈએ કે સ્વરા ભાસ્કર હંમેશા દેશના રાજકીય મુદ્દાઓ પર ખુલીને બોલતી જોવા મળે છે. તેના નિવેદનો પર ઘણી વખત હંગામો થયો છે, પરંતુ તે હજી પણ ડર્યા વિના દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતી જોવા મળે છે. સ્વરાએ વીર સાવરકર માટે અનેક ટ્વીટ પણ કર્યા છે.

વર્ષ 2017માં અભિનેત્રીએ એક ટ્વીટ કર્યું હતું જેમાં લખ્યું હતું કે, સાવરકરે બ્રિટિશ સરકારની માફી માંગી. જેલમાંથી બહાર નીકળવાની ભીખ માંગી ! તે ચોક્કસપણે ‘વીર’ નથી. અભિનેત્રી દ્વારા આવી વધુ ટ્વીટ કરવામાં આવી હતી.  ગત રાત્રે સ્વરા ભાસ્કરે ઉદયપુર હત્યાકાંડ પર ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેણે લખ્યું, “ખૂબ નિંદનીય… કાયદા મુજબ ગુનેગારો સાથે તાત્કાલિક અને કડક કાર્યવાહી થવી જોઈએ. જઘન્ય અપરાધ… અન્યાયપૂર્ણ, જેમ કે ઘણી વાર કહેવામાં આવે છે, જો તમારે તમારા ભગવાનના નામ પર મારવા માંગતા હોય, તો તમારી જાતથી શરૂઆત કરો. બીમાર રાક્ષસ.”

Niraj Patel