હાલમાં ગુજરાતમાં એક મામલો ઘણો ચર્ચામાં છે અને તે છે સાળંગપુર હનુમાનજી મંદિર… છેલ્લા કેટલાક દિવસોથી હનુમાનજીની પ્રતિમાના નીચે ભીતચિત્રોને કારણે વિવાદોના સૂર ઉઠ્યા છે. કારણ કે ભીંતચિત્રમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનને પ્રણામ કરતા દર્શાવાયા છે.
હજુ આ વિવાદ તો શમ્યો નથી ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો. જેમાં હનુમાનજીના માથા પર સ્વામિનારાયણ તિલક લગાવવામાં આવ્યું હોવાનું જોઇ શકાય છે. કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે,
હવે તેને લઇને રાજ્યભરમાં વિવાદોના સૂર ઉઠતા લોકો તેને હટાવવાની માગ કરી રહ્યા છે. એક તો ભીંતચિત્રો વિવાદનું કારણ બન્યા છે અને હવે હનુમાનજીના કપાળ પર સ્વામિનારાયણ તિલક…
આ મામલે રાજકોટના વકીલ રવિ રાઠોડ દ્વારા પણ વડતાલ, પોઈચા, કુંડળ, સાળંગપુર અને રાજકોટ ખાતે સ્વામિનારાયણ મંદિરે નોટિસ આપવામાં આવી છે. આ મામલે મોરારી બાપુ અને મણિધર બાપુ સહિતના ઘણા અગ્રણીઓએ નારાજગી વ્યક્ત કરી છે.