ભાગેડુ લલિત મોદીની ગર્લફ્રેન્ડ સુષ્મિતા પાસે છે અધધધધ કરોડોની સંપત્તિ, જાણીને હોંશ ઉડી જશે

સુષ્મિતા સેન એ સુંદર અપ્સરા છે, જેણે 1994માં પહેલીવાર મિસ યુનિવર્સ બનીને ભારતનું નામ રોશન કર્યું હતું. પૂર્વ મિસ યુનિવર્સ હોવાની સાથે સાથે બોલિવૂડ ફિલ્મોમાં પોતાની સુંદરતા અને અભિનય કૌશલ્ય દેખાડનાર સુષ્મિતા સેન ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં આવી છે. IPLના સ્થાપક અને બિઝનેસમેન લલિત મોદીએ જાહેરાત કરી છે કે તેઓ અને સુષ્મિતા સેન એકબીજાના પ્રેમમાં છે અને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

ત્યારથી સોશિયલ મીડિયામાં આ બંને વિશેની ઘણી ચર્ચાઓ છેડાઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન પણ એક આંત્રપ્રેન્યોર છે, ઘણા લક્ઝરી વાહનોની માલિક છે. સુષ્મિતા સેન દુબઈમાં જ્વેલરી રિટેલ સ્ટોર ચલાવે છે. તેણે તેની દત્તક પુત્રી રેનીના નામ પરથી તેનું નામ રેની જ્વેલરી રાખ્યું છે. આ સિવાય તેની પાસે એક પ્રોડક્શન કંપની તંત્ર એન્ટરટેઈનમેન્ટ છે અને તે સેન્સેઝિયોની નામની કંપની પણ ધરાવે છે જે હોટલ અને સ્પા સેન્ટર ખોલવાની યોજના પર કામ કરી રહી છે.

સુષ્મિતા સેનના કાર કલેક્શનની વાત કરીએ તો તેના ગેરેજમાં એકથી વધુ લક્ઝરી કારોની લાઇન છે. તેની પાસે રૂ. 1.5 કરોડની કિંમતની BMW 7 સિરીઝ 730 LD, રૂ. 35 લાખની કિંમતની Lexus LX 470, રૂ. 1 કરોડની BMW X6 અને રૂ. 75 લાખ સુધીની Audi Q7 જેવા વાહનો છે. આ સિવાય તેની પાસે ઘણી વધુ કાર પણ છે. તેમની કાર વિશેની આ માહિતી સેલિબ્રિટી પ્રોપર્ટી ટ્રેકિંગ સાઇટ બાયો ઓવરવ્યુ અનુસાર છે, જેની પુષ્ટિ ગુજ્જુરોક્સ નથી કરતું.

સુષ્મિતા સેનની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે મુંબઈમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ છે. કરોડો રૂપિયાના આ એપાર્ટમેન્ટ સિવાય તેની માસિક આવક પણ ઘણી સારી છે. તેણીના વ્યવસાય, બ્રાન્ડ પ્રમોશન વગેરેમાંથી તેણીની માસિક આવક આશરે રૂ. 60 લાખ છે, આમ તેણી વાર્ષિક રૂ. 7 થી 8 કરોડ કમાય છે. એક અંદાજ મુજબ, સુષ્મિતા સેનની કુલ સંપત્તિ લગભગ 74 કરોડ રૂપિયા છે, જેમાં કાર, ઘર અને એમ્પાયરનો સમાવેશ થાય છે.

Niraj Patel