નાના બાળકે સુષ્મિતા સેન સાથે કર્યું હતું ગંદુ કામ, સુષ્મિતાનું દર્દ છલકાયું હતું…15 વર્ષના સગીરાએ પાછળથી આવીને….

એક સમયે મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામે કરી ચુકેલી અભિનેત્રી સુષ્મિતા સેન ઇન્ડસ્ટ્રીની દિગ્ગ્જ અભિનેત્રીઓમાંની એક છે.સુષ્મિતા ભારતની પહેલી મિસ યુનિવર્સના નામે પણ ઓળખવામાં આવે છે. સુષ્મિતાએ પોતાની કારકિર્દીમાં એકથી એક બેસ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે.ઘણા મસયથી સુષ્મિતા ફિલ્મોથી દૂર છે છતાં પણ તે કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં આવી જ જાય છે. સુષ્મિતા પોતાના અભિનયની સાથે સાથે પોતાના પર્સનલ જીવન અને પોતાના બેબાક મંતવ્યને લીધે પણ ઓળખવામાં આવે છે.

સુષ્મિતાનો તાજેતરમા જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે એવી વાત કહે છે કે જાણીને કોઈપણ હેરાન રહી જશે. જો કે આ ઘટના ખુબ જૂની છે જે એક સમયે સુષ્મિતા સાથે બની હતી. સુષ્મિતાએ કહ્યું કે એક સમયે તેને એક પત્રકારે સવાલ કર્યો હતો કે શું ભારતમાં મહિલાઓ સુરક્ષતિ છે? જેના જવાબમાં સુષ્મિતાએ કહ્યું કે,”નાના શહેરોમાં મહિલાઓ બિલકુલ પણ સુરક્ષિત નથી.

કેમ કે તેમની સાથે જે પણ થાય છે તે લોકો સુધી પહોંચતું નથી. ઘણીવાર લોકો કહે છે કે તમને શું ખબર કે દેશમાં મહિલાઓ સાથે શું શું થાય છે, તમારી સાથે તો બોડીગાર્ડ્સ રહે છે. અમારી સાથે ઘણા બોડીગાર્ડ્સ હોય છે છતાં પણ તે દુર્વ્યવહાર થાય છે. એક વાર મારી સાથે પણ એવું થયું હતું જયારે  હું એક એવોર્ડ સમારોહમાં હતી,એટલા બધા લોકોની ભીડ વચ્ચે તે 15 વર્ષના છોકરાને લાગ્યું કે મને ખબર નહીં પડે. મેં પાછળથી તેનો હાથ પકડ્યો અને તેને સામે લાવી તો જોયું કે તે એક નાનો છોકરો હતો.

હું તેના વિરુદ્ધ કડક પગલાં લઇ શકું તેમ હતી, પણ તે માત્ર 15 વર્ષનો હતો,મેં તેના ગરદન પર હાથ રાખ્યો અને દૂર લઇ ગઈ અને પૂછ્યું કે જો હું  તેની આ હરકત પર રડવા લાગુ, તો તારું જીવન ખતમ થઇ જશે. જેના પર છોકરો આનાકાની કરવા લાગ્યો અને પછી મેં કહ્યું કે તે જે પણ કર્યું છે તેને કબૂલ કરી લે.જેના પછી તેણે મારી માફી માંગી હતી”.

જણાવી દઈએ કે હાલમાં જ સુષ્મિતાએ 56 વર્ષના લલિત મોદી સાથે રિલેશનનો ખુલાસો કર્યો છે. આ વાતથી બોલીવુડની સાથે સાથે સામાન્ય જનતાને પણ ધક્કો લાગ્યો છે. લાંબા સમયથી સુષ્મિતા રોહમન શૉલને ડેટ કરી રહી હતી અને બંને સાથે જ એક ઘરમાં રહેતા હતા. બંને સાથે ફરવા પણ જતા હતા અને ઇન્સ્ટા પર એકબીજાની રોમેન્ટિક તસવીરો પણ શેર કરતા હતા.


એવામાં અચાનક જ સુષ્મિતા-રોહમન વચ્ચે બ્રેકઅપ થઇ ગયું હતું. બ્રેકઅપના છ મહિના બાદ સુષ્મિતાને નવો લવ પાર્ટનર મળી ચુક્યો છે જેની જાણ સોશિયલ મીડીયા દ્વારા કરી છે. સુષ્મિતા અને લલિત મોદીના રિલેશનથી ઘણા લોકો નારાજ છે આ સિવાય તેનો પૂર્વ બોયફ્રેન્ડ રોહમનનો ગુસ્સો પણ ફૂટ્યો છે.

રોહમને પોતાની ઇન્સ્ટા સ્ટોરી શેર કરીને લખ્યું કે,”કોઈના પર હસવાથી જો તમને શાંતિ મળી જાય, તો હસી લેજો, કેમ કે પરેશાન તે નહિ પણ તું છે”.રોહમનનું આવું કહેવું સીધું જ સુષ્મિતાને ટોણા મારવાના હેતુથી જોવામાં આવી રહ્યું છે. રોહમનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.

Krishna Patel