બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન પહેલીવાર મળવા પહોંચી ભત્રીજી જીયાનાને, રાજીવે કેમેરામાં કરી ફોઈ-ભત્રીજીની ખાસ પળો કેદ

બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેનના ઘરે ગયા મહિને છોકરીની કિલકારીઓ ગુંજી હતી. તેમની ભાભી ચારુ અસોપાએ 1 નવેમ્બરે ખુબ જ સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો જેનું નામ જીયાના સેન છે. ફોઈ બન્યા પછી સુષ્મિતા સેને એક ખુબ જ સરસ વેલકમ નોટ લખીને નાનકડી પરીનું ઘરમાં સ્વાગત કર્યું હતું. પોસ્ટમાં સુષ્મિતાએ લખ્યું હતું કે પ્રાર્થના કબૂલ થઇ ગઈ. દિવાળી પહેલા ઘરમાં લક્ષ્મી આવી ગઈ. છોકરી થઇ છે. અભિનંદન રાજીવ સેન અને ચારુ અસોપા. કેટલી સુંદર છે આ.

આજે સવારે હું ફોઈ બની ગઈ છુ. બેબીની તસવીર શેર કરવાની પરમિશન મળી નથી એટલા માટે હું મારી તસવીર શેર કરી રહી છુ. આ તસવીર ચારુ અસોપાની ડિલિવરીના થોડાક સમય પહેલાની છે. જોકે સુષ્મિતાની બાળક સાથેની એક પણ તસવીર સામે આવી નથી. ચાહકો પણ સુષ્મિતા સાથે તેની ભત્રીજી સાથેની તસવીર જોવા માટે બેતાબ છે. તેવામાં સુષ્મિતાની ભત્રીજી સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે. સુષ્મિતા થોડા દિવસ પહેલા જ તેની 1 મહિનાની ભત્રીજી જીયાનાને મળવા ગઈ હતી.

પહેલી મુલાકાતની આ ખાસ પળ રાજીવે હંમેશા માટે કેમેરામાં કેદ કરી લીધી હતી અને ચાહકો સાથે તસવીર શેર કરી હતી. તસવીરમાં જીયાના બેડ પર સુતેલી નજર આવી રહી છે. તેમજ સુષ્મિતા ખુબ જ પ્રેમથી ભત્રીજીને નિહાળી રહી છે. તસવીરને જોઈને એવું લાગી રહ્યું છે કે ફોઈ ભત્રીજી એક મજેદાર વાતચીતમાં વ્યસ્ત હોય.

થોડાક દિવસો પહેલા સુષ્મિતા સેનની મોટી પુત્રી રેની સેન તેની કઝીન સિસ્ટર જીયાનાને તેના જન્મ બાદ પહેલીવાર મળવા ગઈ હતી. રેની સેન પહેલી મુલાકાતની ખાસ પળોને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસવીરમાં તે જીયાનાને ખોળામાં રાખેલી નજર આવી હતી. જીયાના સફેદ અને કાળા આઉટફિટમાં પહેરેલ પિંક કલરના ટુવાલમાં લપેટાયેલી હતી.

તસવીર શેર કરતા રેની સેને લખ્યું હતું કે,’આજે પહેલી વાર બેબી સિસ્ટર જીયાનાને મળી… મેં જે પ્રેમ અને ખુશી મહેસૂસ કરી એ હું શબ્દોમાં કહી નહિ શકું ચારુ મામી અને રાજા મામા, અત્યાર સુધીના સૌથી સારા ગિફ્ટ માટે ધન્યવાદ, તને ખુબ જ યાદ કરી આલિયા સેન.’

ચારુએ જૂન 2019માં સુષ્મિતાના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા મહિનાઓ બાદ બંને એક-બીજાથી અલગ રહેવા લાગ્યા હતા. ત્યારે ચારુ અને રાજીવે એક બીજા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પરંતુ રાજીવ અને ચારુ બંનેએ તેમના લગ્ન સંભાળી લીધા અને આજે બંને ખુબ જ ખુશ છે. હવે આ કપલ નાની પરી સાથે ખુશીની પળો વિતાવી રહ્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સુષ્મિતા સેન આર્યા 2ને લઈને આવી છે જેમાં જબરદસ્ત ક્લાઈમેક્સે દર્શકોનું દિલ જીતી લીધું હતું. હોટસ્ટારની આ વેબ સીરીદરેક લોકોને પસંદ આવી રહી છે અને સુષ્મિતાના અભિનયની દરેક જગ્યાએ ચર્ચા થઇ રહી છે.

Patel Meet