એક બે નહિ પરંતુ આટલા બધા લોકો સાથે હતું સુષ્મિતા સેનનું અફેર, લલિત મોદીનો નંબર જાણીને આંચકો લાગશે, પાકિસ્તાની ક્રિકેટરને પણ નથી છોડ્યો

સોશિયલ મીડિયામાં લલિત મોદી અને સુષ્મિતા સેનના ડેટિંગની ખબરોએ ખુબ જ જોર પકડ્યું છે, તેમના અફેરને લઈને સોશિયલ મીડિયામાં ઘણા મીમ પણ વાયરલ થઇ રહ્યા છે. સુષ્મિતા સેનનું જીવન હંમેશા ચર્ચામાં રહ્યું છે. જેનું કારણ તેની ફિલ્મો અને તેની લવ લાઈફ રહી છે. હાલ સુષ્મિતા લલિત મોદીને ડેટ કરી રહી છે, પરંતુ એ પહેલા પણ તેના ઘણા અફેર રહી ચુક્યા છે, જેના કારણે પણ તે ચર્ચામાં આવી હતી. ચાલો જાણીએ કોની કોની સાથે રહ્યું છે સુસ્મિતાનું અફેર.

રોહમન શૉલ:
સુષ્મિતા સેન અને રોહમન શૉલના સંબંધ વિશે દરેક વ્યક્તિ જાણે છે . બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા. સાથે જ તેની તસવીરોનો પણ દબદબો રહ્યો હતો. બંને 2018થી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. જો કે, ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં તેઓએ તેમના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો.

વિક્રમ ભટ્ટ:
સુષ્મિતા સેન એક સમયે વિક્રમ ભટ્ટને ડેટ કરવાના કારણે પણ ચર્ચામાં હતી. જોકે, તે દરમિયાન વિક્રમના લગ્ન થઈ ગયા હતા. આ દરમિયાન બંનેના સંબંધોને લઈને વિવિધ બાબતો સામે આવી હતી. પરંતુ બાદમાં તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.

રણદીપ હુડ્ડા:
સુષ્મિતા સેન રણદીપ હુડ્ડા રિલેશનમાં રહી ચૂકી છે. પરંતુ તેમનો સંબંધ ખરાબ રીતે સમાપ્ત થયો. કારણ કે બ્રેકઅપ પછી રણદીપે પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે સુષ્મિતા સાથે બ્રેકઅપ તેના જીવનની સૌથી સારી બાબત છે. જેણે લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

બંટી સચદેવ:
બંટી સચદેવનું નામ પણ સુષ્મિતા સેન સાથે ખૂબ જ જોડાયેલું હતું. આનું કારણ એ હતું કે તેઓ વારંવાર સાથે સ્પોટ થતા હતા. જો કે, તેમનો સંબંધ સત્તાવાર બન્યો ન હતો. બંટી સાથે રિલેશનશિપમાં હોવાની વાત સાંભળીને સુષ્મિતા હસી પડી.

વસીમ અકરમ:
પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વસીમ અકરમ સાથે સુષ્મિતાના સંબંધોને લઈને ઘણી ચર્ચા થઈ હતી. જો કે, તે દરમિયાન લલિત મોદી સાથેની વધતી જતી નિકટતાએ તેમના સંબંધોમાં તિરાડ લાવી. જે બાદ તેઓ અલગ થઈ ગયા હતા.

હૃતિક ભસીન:
મુંબઈમાં રેસ્ટોરન્ટ ચલાવતા હૃતિક સાથે સુષ્મિતાને ડેટ કરવાની વાત વર્ષ 2015માં સામે આવી હતી. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને ખૂબ જ ઓછા સમયમાં સમાપ્ત થઈ ગયો.

મુદસ્સર અઝીઝ:
સુષ્મિતાએ એક સમયે ફિલ્મમેકર મુદસ્સર અઝીઝને પણ ડેટ કરી હતી. પરંતુ બંનેના સંબંધોનો સમયગાળો પણ લાંબો સમય ચાલ્યો નહીં. આ ઉપરાંત અભિનેત્રી સાથેના બ્રેકઅપ બાદ મુદસ્સરે મીડિયાની સામે ઘણી બાબતો પણ મૂકી હતી.

ઈમ્તિયાઝ ખત્રી:
સુષ્મિતા પોતાનાથી 13 વર્ષ નાના ઇમ્તિયાઝ ખત્રીને પણ ડેટ કરી ચૂકી છે, જે વ્યવસાયે બિઝનેસમેન છે. બંનેએ સાથે રેમ્પ પર વોક પણ કર્યું હતું. ત્યારથી તેમના ડેટિંગની ચર્ચાઓ જોરશોરથી શરૂ થઈ ગઈ હતી.

સંજય નારંગ:
સુષ્મિતા સેનનું નામ હોટલના માલિક સંજય નારંગ સાથે પણ જોડાઈ ચૂક્યું છે, મીડિયા રિપોર્ટ અનુસાર તે બંને લાંબા સમય સુધી સંબંધોમાં હતા અને એકબીજા સાથે લગ્ન પણ કરવાના હતા, પરંતુ બંનેનું કોઈ કારણે બ્રેકઅપ થઇ ગયું.

Niraj Patel