56 વર્ષના લલિત મોદી પહેલા સુષ્મિતાનું 30 વર્ષના રોહમન સાથે હતું ઇલુ ઇલુ, બ્રેકઅપના 6 મહિના બાદ જ… થયો મોટો ખુલાસો

સુષ્મિતા સેનનું નામ બોલિવૂડના ઘણા સ્ટાર્સ સાથે જોડાયેલું છે. જેમાં દિગ્દર્શકોથી લઈને અભિનેતાઓ અને ક્રિકેટરોના નામ સામેલ છે. પરંતુ અભિનેત્રીનો સંબંધ કોઈની સાથે પણ લાંબો સમય ટકી શક્યો નહીં. આ દરમિયાન IPLના પૂર્વ કમિશનર લલિત મોદીના ટ્વીટને કારણે અભિનેત્રીનું નામ ફરી એકવાર સંબંધોને લઈને ચર્ચામાં છે. લલિત મોદીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેઓ આ દિવસોમાં ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યાં છે. પરંતુ શું તમે જાણો છો કે લલિત મોદીને ડેટ કરતા પહેલા અભિનેત્રીનું 6 મહિના પહેલા જ બ્રેકઅપ થયું હતું.

સુષ્મિતા સેને 23 ડિસેમ્બર 2021ના રોજ રોહમન શૉલ સાથેના તેના બ્રેકઅપની જાહેરાત કરી હતી. આ વાતને 6 મહિના વીતી ગયા. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને રોહમન સાથેના તેના બ્રેકઅપની માહિતી આપી હતી. તે સમયે સુષ્મિતાએ પોસ્ટમાં લખ્યું- ‘અમે મિત્રતાથી શરૂઆત કરી હતી અને હંમેશા મિત્ર રહીશું. લાંબો સંબંધ અત્યારે પૂરો થઈ ગયો છે…પણ પ્રેમ હજુ પણ છે.’

અભિનેત્રીની આ પોસ્ટ પછી અનેક પ્રકારના સમાચાર આવ્યા હતા. તેના ચાહકો સમજી શક્યા નહીં કે આખરે શું થયું છે. આ પછી સુષ્મિતા સેને મીડિયા સાથે બ્રેકઅપ પર મૌન તોડ્યું હતું. અભિનેત્રીએ કહ્યું હતું- ‘જ્યારે કોઈ પબ્લિક ફિગર હોય છે ત્યારે તેની સાથે જોડાયેલા લોકો પણ લોકોની નજરમાં આવી જાય છે. તે વ્યક્તિ ત્યાં છે કારણ કે તમે તેને ત્યાં લાવ્યા છો. દરેકની લાગણીઓ સાથે જોડાયેલા રહેવું અને આ સંબંધ છે એમ વિચારતા રહેવું એ ન તો તેના જીવન સાથે યોગ્ય છે કે ન તો તમારી.

સુષ્મિતા સેન અને રોહમનના સંબંધો તેમની ઉંમરના અંતરને કારણે પણ ચર્ચામાં હતા. રોહમન 30 વર્ષનો છે જ્યારે સુષ્મિતા સેન 46 વર્ષની છે. એટલે કે રોહમન ઉંમરમાં અભિનેત્રી કરતા લગભગ 16 વર્ષ નાનો હતો. બ્રેકઅપ બાદ પણ સુષ્મિતા અને રોહમન ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. પરંતુ બ્રેકઅપના બરાબર 6 મહિના પછી સુષ્મિતા ફરીથી પ્રેમમાં પડી ગઈ છે. આ વ્યક્તિ બિઝનેસમેન લલિત મોદી છે.

Patel Meet