સુરતમાં ફરીવાર મહેંકી માનવતા, ત્રણ વર્ષના માસુમ બાળકે અકસ્માત ગુમાવ્યા પ્રાણ, તો પરિવારે દાન કરી આંખો

3 વર્ષનો દીકરો કાર નીચે કચડાઈ ગયો તો પરિવારે માસૂમની આંખોનું દાન કર્યું અને કહ્યું કે દૃષ્ટિ જીવિત રહેશે

અંગદાન પ્રત્યે હવે લોકો ખુબ જ જાગૃત બન્યા છે અને તેમાં પણ આપણા ગુજરાતના સુરતની અંદર તો અવાર-નવર માનવતા મહેંકી ઉઠવાના કિસ્સાઓ સતત સામે આવતા રહે છે, ત્યારે હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ત્રણ વર્ષના માસૂમનું અકસ્માતમાં મોત થવાના કારણે પરિવારે તેની આંખોનું દાન કરવાનું નક્કી કર્યું.

પ્રાપ્ત માહતી અનુસાર સિટીલાઈટના સૂર્યપ્રકાશ રેસિડેન્સી કેમ્પસમાં એક કારની અડફેટે સાડાત્રણ વર્ષનું માસૂમ બાળક કચડાઈ ગયું હતું. ગુરુવારે મોડી સાંજે બનેલી આ કરૂણ ઘટના બાદ માસૂમના મૃતદેહને જોઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પરંતુ આ દરમિયાન પરિવારજનોએ એક એવો નિર્ણય લીધો હતો કે, જેના કારણે બાળકના મોત બાદ પણ તેની દૃષ્ટિ જીવીત રહેશે.

બાળકના પિતાએ “અમે દીકરો ગુમાવ્યો છે, પણ એની આંખ કોઈનામાં જીવિત રહેશે તો અમને જોશે. બસ, એ જ અમારી યાદ રહેશે” એવું કહીને બાળકની આંખ ડોનેટ કરી હતી. મૃતક બાળકની આંખો લોક દૃષ્ટિ ચક્ષુ બેંકે સ્વીકારી હોવાનું ડો. પ્રફુલ શિરોયાએ જણાવ્યું હતું. ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે, “બાળકોની આંખો ભાગ્યે જ દાનમાં આવતી હોય છે. બાળકની દાનમાં મળેલી આંખો કોઈ બે વ્યક્તિની અંધારી દુનિયાને રંગીન જરૂર કરશે.”

આ અકસ્માત સંદર્ભે ઉમરા પોલીસે આજુબાજુના સીસીટીવીની શોધખોળ કરી કાર ચાલકને પકડવાના પ્રયત્નો કરી છે. અચાનક બાળકની વિદાયથી પરિવાર શોકમગ્ન બન્યો છે. પણ સામે બાળકની આખોનું દાન કરી સમાજને સારો સંદેશો આપ્યો છે.

Niraj Patel