19 વર્ષની છોકરીનો ડાંસ જોઇ ફિદા થઇ ગયો હતો મુંબઇનો આ ક્રિકેટર, ઘણી જ ઇન્ટરેસ્ટિંગ છે લવ સ્ટોરી
ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સૂર્યકુમાર યાદવે તોફાની શતક લગાવી બધાનું દિલ જીતી લીધુ. તેણે 55 બોલમાં 117 રનની પારી રમી હતી, પરંતુ તે ભારતીય ટીમને તે જીત અપાવી શક્યો નહિ. સૂર્યકુમાર યાદવની લવલાઇફ ઘણી જ દિલચસ્પ રહી છે. તે તેની પત્ની દેવિશા શેટ્ટીની એક જ અદા પર ફિદા થઇ ગયો હતો. તે બાદ બંનેએ લગ્ન કરી લીધા. સૂર્યકુમાર યાદવની પત્ની દેવિશા શેટ્ટીનો જન્મ 1993માં મુંબઇમાં થયો હતો. તે એક સાઉથ ઇન્ડિયન ગર્લ છે.
વર્ષ 2013 થી 2015 સુધી તેણે એક ગૈર સરકારી સંગઠન “ધ લાઇટહાઉસ પ્રોજેક્ટ” માટે એક વોલેંટિયરના રૂપમાં કામ કર્યુ છે. તે સામાજિક કાર્યોમાં પણ સક્રિય રહે છે. દેવિશા શેટ્ટીને કોલેજ લાઇફથી ડાંસનો ઘણો જ શોખ હતો. તેણે મુંબઇમાં એક ડાંસના કોચના રૂપમાં પોતાનું કરિયર શરૂ કર્યુ હતુ. આ ઉપરાંત તેને ખાવાનું પણ બનાવવું સારુ લાગે છે. તેને પહાડો પર ફરવાનો શોખ છે. સૂર્યકુમાર યાદવ અને દેવિશા શેટ્ટીએ એક જ કોલેજથી અભ્યાસ કર્યો છે.
જ્યાં તેઓ પહેલીવાર મળ્યા હતા. કોલેજના એક પ્રોગ્રામમાં દેવિશાના ડાંસને જોઇને સૂર્યા તેના પર ફિદા થઇ ગયો હતો. તે મનમાંને મનમાં જ તેને પસંદ કરવા લાગ્યો હતો. ત્યાં દેવિશા સૂર્યકુમારની બેટિંગને ઘણી પસંદ કરતી હતી. સૂર્યકુમાર યાદવ અને દેવિશા શેટ્ટીએ પાંચ વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંનેને 29 મે 2016ના રોજ લગ્ન કરી લીધા. આજે આ કપલ હસી ખુશી તેમનું લગ્ન જીવન એન્જોય કરી રહ્યુ છે.
સૂર્યા અને દેવિશા બંને ઇન્સ્ટાગ્રામ પર ઘણા એક્ટિવ રહે છે અને એકબીજા સાથેની રોમેન્ટિક તસવીરો પણ શેર કરતા રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સૂર્યકુમાર યાદવે તેની બેટિંગથી ઘણાનું દિલ જીતી લીધુ છે. તે ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટો મેચ વિનર બનીને પણ ઉભરી આવ્યો છે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ તેણે 117 રનની ધમાકેદાર પારી રમી હતી. તે ટી 20 ક્રિકેટમાં સદી ફટકારનાર પાંચમો ક્રિકેટર છે.
તેની પત્ની આઇપીએલ દરમિયાન સ્ટેડિયમમાં તેને ચીયર કરવા પણ આવે છે. મીડિયા રીપોર્ટ્સની માનીએ તો સૂર્યકુમાર યાદવે જાન માટે 28 લાખની કાર ખરીદી હતી. બાદમાં તેણે આના પર 10 લાખનો ખર્ચ કરી દેવિશાનો ફેવરેટ યલો કલરથી પેઇન્ટ કરાવ્યુ હતુ. આ ઉપરાંત તેણે તેની પત્નીને 1.25 લાખ રૂપિયાની ડાયમંડ રિંગ પણ ગિફ્ટ કરી હતી.