સૂર્યનું મીન રાશિમાં ગોચર: આગામી 48 કલાક આ 4 રાશિઓ માટે ભારે, જાણો કોણે રહેવું પડશે સાવધાન

 

જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ આગામી સમય ખૂબ જ હલચલ મચાવનારો સાબિત થઈ શકે છે. ગ્રહોના રાજા ગણાતા સૂર્યદેવ ટૂંક સમયમાં પોતાની રાશિ બદલીને મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 15 માર્ચની મધ્યરાત્રિએ અંદાજે 1:08 વાગ્યે થનારું આ ગોચર ઘણી રાશિઓ માટે પડકારજનક સાબિત થઈ શકે છે.

ખાસ કરીને જ્યારે મીન રાશિમાં શનિ અને શુક્ર જેવા ગ્રહો અગાઉથી જ બિરાજમાન હોય, ત્યારે સૂર્ય અને શનિની યુતિ જ્યોતિષીય દૃષ્ટિએ શુભ માનવામાં આવતી નથી. આ સ્થિતિમાં ચાર ચોક્કસ રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવી પડશે.

તુલા રાશિના જાતકો માટે સૂર્યનું આ પરિવર્તન વ્યવસાયિક મોરચે દબાણ લાવી શકે છે. આ સમયગાળા દરમિયાન કાર્યક્ષેત્રમાં ધીરજ રાખવી અત્યંત આવશ્યક છે, કારણ કે ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે. માનસિક ચિંતામાં વધારો થવાની સાથે અંગત જીવનમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. જો આ જાતકો ગંભીરતાથી અને શાંત ચિત્તે કામ લેશે તો જ મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશે.

સિંહ રાશિના લોકો માટે પણ આ સમયગાળો પ્રતિકૂળ જણાઈ રહ્યો છે. કેતુના પ્રભાવને કારણે પરિસ્થિતિ વધુ જટિલ બની શકે છે. ખાસ કરીને બેંકિંગ કામકાજ કે દસ્તાવેજી પ્રક્રિયાઓ કરતી વખતે સિંહ રાશિના લોકોએ અત્યંત સજાગ રહેવાની જરૂર છે. કોઈપણ પ્રકારની બેદરકારી ગંભીર આર્થિક મુશ્કેલી નોતરી શકે છે, તેથી સમજી-વિચારીને જ આગળ વધવું હિતાવહ રહેશે.

સૂર્યનું ગોચર જે રાશિમાં થઈ રહ્યું છે તે મીન રાશિના જાતકો માટે પડકારો વધી શકે છે. શનિ અને સૂર્યના મિલનને કારણે આ રાશિના લોકોમાં માનસિક બેચેની અને ચિંતા જોવા મળશે. કરિયરમાં અચાનક એવા અવરોધો આવી શકે છે જેના માટે તેઓ તૈયાર ન હોય. નાણાકીય બાબતોમાં જોખમ લેવાનું ટાળવું જોઈએ અને પ્રોફેશનલ તેમજ પર્સનલ લાઈફ વચ્ચે સંતુલન જાળવવું એ આ સમયની સૌથી મોટી જરૂરિયાત બની રહેશે.

મેષ રાશિના જાતકો પર પણ આ ગોચરની સીધી અસર જોવા મળશે. આ સમયગાળામાં અણધાર્યા ખર્ચમાં મોટો વધારો થઈ શકે છે, જેનાથી બજેટ ખોરવાઈ જવાની શક્યતા છે. આર્થિક આયોજનની સાથે સાથે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું પણ તેટલું જ જરૂરી છે. બિનજરૂરી ખરીદી પર કાપ મૂકીને શિસ્તબદ્ધ જીવનશૈલી અપનાવવાથી મુશ્કેલીઓ ઘટાડી શકાશે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

બુધનું રાહુના નક્ષત્રમાં આગમન, આ 4 રાશિઓની બુદ્ધિ થશે તેજ, ચારે બાજુથી થશે ધનવર્ષા

Next Article

17 માર્ચથી કિસ્મત પલટાશે, મંગળ-શુક્રની યુતિથી બનશે 'ધનશક્તિ રાજયોગ', આ રાશિઓ પર થશે અઢળક ધનવર્ષા

error: Unable To Copy Protected Content!