આખરે ખબર પડી જ ગઇ કે શું થાય છે મૃત્યુ પછી બાદ ! મૃત્યુના 20 મિનિટ બાદ જીવિત થયેલ વ્યક્તિએ કરી દીધો ખુલાસો

કોઈ દિવસ વિચાર્યું શું થાય છે મૃત્યુ પછી ? આત્મા ક્યાં જાય? બીજીવાર જીવિત થયેલ વ્યક્તિનો હેરાન કરી દે તેવો ખુલાસો

સૃષ્ટિની શરૂઆતથી જ માણસના મનમાં આ પ્રશ્ન ઘૂમતો રહે છે કે મોત પછી શું થશે ? આપણે જીવનભર પાપ-પુણ્ય, કર્મ-પ્રારબ્ધ જેવી બધી બાબતો સાંભળીએ છીએ અને તેનું પાલન કરીએ છીએ. શું આ બધાનો ખરેખર મોત પછી હિસાબ થાય છે ? મૃત્યુ પછી લોકો ક્યાં જાય છે અને ત્યાં શું હોય છે? આવા અનેક સવાલોના જવાબ મળતા નથી, કારણ કે વ્યક્તિ આ દુનિયાને અલવિદા કહી દે પછી તે ફરીથી જીવિત થતો નથી, તેનો બીજો જન્મ થાય છે અથવા તો બીજુ કંઇ…

હવે મુદ્દો એ છે કે મૃત્યુ પછી કોઈ જીવિત થઇ શકે, તો તમને જાણીને નવાઈ લાગશે કે એક વ્યક્તિએ મોત પછી શું થાય છે તે જણાવ્યુ છે. આવું તેણે એટલે જણાવ્યુ કારણ કે તે મૃત્યુની 20 મિનિટ પછી પાછો જીવતો થઈ ગયો હતો. Scott Drummond નામના 60 વર્ષના વ્યક્તિએ દાવો કર્યો છે કે તે 28 વર્ષનો હતો ત્યારે તેનું મૃત્યુ થયું હતું, તે પણ માત્ર 20 મિનિટ માટે, એટલે કે 20 મિનિટ પછી સ્કોટ પાછો જીવતો થયો હતો.

સ્કોટ દાવો કરે છે કે તેમની આત્મા તેમના મૃત્યુ પછી માત્ર 20 મિનિટ પછી તેમના શરીરમાં પરત આવી હતી. સ્કોટ કહે છે કે જ્યારે તે 28 વર્ષનો હતો ત્યારે સ્કીઇંગ કરતી વખતે તેનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેના હાથનો અંગૂઠો તૂટી ગયો હતો. ઓપરેશન દરમિયાન તેણે જીવ ગુમાવ્યો હતો. સ્કોટ હવે વૃદ્ધ થઇ ગયો છે, તે કહે છે કે તેણે નર્સને ડરીને ભાગતી જોઈ અને ડૉક્ટરોને બોલાવતા સાંભળ્યા.

ઘટનાના 20 મિનિટ પછી તેણે પોતાને જીવતો શોધી કાઢ્યો.સ્કોટ દાવો કરે છે કે તે પુનરુત્થાન થયો ત્યાં સુધીમાં તે બીજી દુનિયામાં ગયો હતો. ભગવાને એમને એમ કહીને પાછા મોકલ્યા કે તમારો સમય હજુ આવ્યો નથી. પ્રાયોરિટાઈઝ યોર લાઈફ સાથે વાત કરતા સ્કોટે દાવો કર્યો કે તે પ્રથમ વખત વિશ્વને તેના મૃત્યુ પછીના અનુભવ વિશે જણાવી રહ્યો છે. અગાઉ તેણે આ અનુભવ તેની પત્ની અને મિત્રોને પણ કહ્યો હતો.

સ્કોટે કહ્યું, ‘તેણે નર્સને તેના મૃત્યુ વિશે ચીસો પાડતા સાંભળ્યા પછી જ તેને સમજાયું કે તેની બાજુમાં કોઈ અદ્રશ્ય શક્તિ છે. એ શક્તિએ તેને આંખના પલકારામાં ખૂબ જ સુંદર મેદાનમાં ઊભો કરી દીધો. તેઓ એ અદ્રશ્ય શક્તિની પાછળ પડ્યા.આ સુંદર મેદાનમાં સુંદર અને રંગબેરંગી ફૂલો હતા, કમર સુધી મખમલી ઘાસ આવતું હતું. સફેદ વાદળો તેને સ્પર્શી રહ્યા હતા. તેણે આ પહેલાં ક્યારેય આવા વૃક્ષો જોયા નહોતા.

તે કહે છે કે તેને હજુ પણ તે સુંદર ફૂલો યાદ છે. સ્કોટ કહે છે કે બીજી દુનિયામાં અપાર શાંતિ હતી. તે અદ્રશ્ય શક્તિના ઈશારે વાદળો તરફ જઈ રહ્યો હતો, આ દરમિયાન કોઈએ તેનો હાથ પકડીને કહ્યું – હજી તમારો સમય નથી, તમારે ઘણું બધું કરવાનું છે. આ અવાજ પછી એક ઝટકા સાથે તેના શરીરમાં પાછો આવી ગયો. સ્કોટે તેના મૃત્યુ પછીની 20 મિનિટના અનુભવને ખૂબ જ સારો અને શાંતિપૂર્ણ ગણાવ્યો.

Shah Jina