17 વર્ષથી કપિરાજોને બાયડથી 7 કિમી દૂર મંદિરમાં જઇ બિસ્કીટ ખવડાવતા વ્યક્તિનું મોત થતાં 7 કિમી અંતર કાપી કપિરાજો મૃતકના ઘરે પહોંચી જતાં સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.

બાયડના વેપારી આગેવાન સુરેશભાઈ દરજીનું કોરોનાથી અવસાન થતાં વેપારીઓમાં શોક છવાયો હતો. બીજી તરફ છેલ્લા 17 વર્ષથી સુરેશભાઈ દરજી બાયડથી 7 કિમી દૂર આવેલ હનુમાન મંદિરે કપિરાજોને દર શનિવારે બિસ્કીટ ખવડાવવા જતા હતા.
સુરેશભાઈનું અવસાન થતા શનિવારે તેમને ન જોતાં કપિરાજોનું ટોળું સાત કિમી અંતર કાપી તેમના ઘર આગળ આવી બેસી ગયું હતું. સોમવારે વહેલી સવારથી જ કપિરાજોનું ટોળું આવતાં સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા હતા. સૌજન્ય : દિવ્ય ભાસ્કર