દુલ્હન બનવા જઇ રહી છે TVની નાગિન, દિવાળી પહેલા જ BF સાથે ફરશે ઉત્તરાખંડના જંગલો વચ્ચે ફેરા

‘કુબૂલ હૈ’ ફેમ સુરભિ જ્યોતિ બનવા જઇ રહી છે દુલ્હનિયા, બોયફ્રેન્ડ સાથે આ દિવસે લેશે ફેરા- વેડિંગ ડેટ આવી સામે

ટીવીની વધુ એક નાગિન લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. માર્ચ 2024માં ‘નાગિન 5’ એક્ટ્રેસ સુરભિ ચંદનાએ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ કરણ શર્મા સાથે લગ્ન કર્યા, ત્યારે હવે ‘નાગિન 3’ એક્ટ્રેસ અને ‘કૂબુલ હૈ’ ફેમ સુરભિ જ્યોતિના લગ્નને લઇને ખબર સામે આવી રહી છે. એક્ટ્રેસ તેના બોયફ્રેન્ડ સુમિત સુરી સાથે લગ્નના બંધનમાં બંધાવા જઇ રહી છે. રીપોર્ટ્સ અનુસાર આ જ મહિને 27 ઓક્ટોબરે તે લગ્નના બંધનમાં બંધાશે.

આ એક ડેસ્ટિનેશન વેડિંગ હશે જેના માટે કપલે એક ખાસ જગ્યા સિલેક્ટ કરી છે. સુરભિ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ સુમિત સુરી સાથે ઉત્તરાખંડના જિમ કાર્બેટમાં લગ્ન કરવાની છે. કપલે જિમ કાર્બેટમાં નેશનલ પાર્ક રિસોર્ટ બુક કરી લીધો છે. રીપોર્ટ્સ અનુસાર કપલ માર્ચ 2024માં લગ્ન કરવા માટે તૈયાર હતું, પણ કેટલાક કારણોસર તેઓએ તેમના લગ્ન મુલતવી રાખ્યા. જો કે હવે આખરે સુરભી અને સુમિતે તેમના લગ્નની તારીખ 27 ઓક્ટોબર 2024 નક્કી કરી છે.

સુરભી પહેલા રાજસ્થાનમાં લગ્ન કરવા માંગતી હતી અને ઉદયપુરની કેટલીક જગ્યાઓ પણ જોઈ હતી, પરંતુ તેને કંઈ ગમ્યું નહીં. અહેવાલ મુજબ, સુરભી અને સુમિતના લગ્નમાં ઘણી અનોખી અને ઈકો-ફ્રેન્ડલી રસ્મો હશે. જણાવી દઇએ કે 2018માં સુરભી જ્યોતિ અને સુમિત સુરીના ડેટની અફવાઓ ફેલાઈ હતી. જો કે, બંનેએ ક્યારેય ખુલ્લેઆમ તેમના અફેરને સ્વીકાર્યું પણ નહિ અને નકાર્યું પણ નહિ. સુરભી અને સુમિત કથિત રીતે હાંજી ધ મેરેજ મંત્રા મ્યુઝિક વીડિયો શૂટ દરમિયાન મળ્યા હતા અને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.

એવું કહેવાય છે કે બંને 2019થી સાથે છે. સુમિત સુરી એક ઉભરતો અભિનેતા છે જે પ્યાર કા પંચનામા 2 માં દેખાયો હતો. સુરભી પંજાબી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં તેના કામ માટે જાણીતી છે. તેને ઝી ટીવીના રોમેન્ટિક ડ્રામા ‘કુબૂલ હૈ’ અને ‘નાગિન 3’થી ઘણી લોકપ્રિયતા મળી હતી. સુરભી જલંધરની રહેવાસી છે અને તેણે રેડિયો જોકી તરીકે કામ કરવા ઉપરાંત પ્રાદેશિક થિયેટર અને ફિલ્મોમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. સુરભી ઘણા મ્યુઝિક વીડિયોનો પણ ભાગ રહી ચુકી છે. બીજી તરફ સુમિતનો જન્મ અને ઉછેર ઋષિકેશમાં થયો હતો.

તેણે શોફી ફીચર ફિલ્મો અને ફિલ્મ ‘વોર્નિંગ’ (2013) થી તેની શરૂઆત કરી હતી. તેણે ‘વ્હાટ ધ ફિશ’, ‘બબલુ હેપ્પી હૈ’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ‘ધ ટેસ્ટ કેસ’ અને ‘હોમ’ જેવી વેબ સિરીઝનો પણ ભાગ રહી ચૂક્યો છે. આ ઉપરાંત તે ‘ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી સિઝન 4’નો પણ ભાગ રહી ચૂક્યો છે. જણાવી દઇએ કે, સુરભી જ્યોતિનું નામ અગાઉ પર્લ પુરી સાથે જોડવામાં આવ્યું હતું, કારણ કે બંને એકસાથે ‘નાગિન 3’ કરી રહ્યા હતા. ઓન-સ્ક્રીન જોડીની માત્ર રીલ પર જ શાનદાર કેમેસ્ટ્રી નથી, પરંતુ વાસ્તવિકતામાં પણ તેમની વચ્ચે સારી મિત્રતા હતી.

તેમના ચાહકો તેમને ખૂબ પસંદ કરતા હતા પરંતુ બંનેએ ક્યારેય તેમના સંબંધો વિશે કશું કહ્યું નથી. ડેટિંગના દાવાઓને રદિયો આપતા સુરભીએ કહ્યું હતું કે, ‘હું અને પર્લ એકબીજાને ડેટ નથી કરી રહ્યા. અમે એકબીજાના સારા મિત્રો છીએ. પરંતુ હું તમને દોષી ઠેરવી શકતી નથી કારણ કે હું જાણું છું કે જો લોકો સ્ક્રીન પરના યુગલને પસંદ કરે છે, તો તેઓ વાસ્તવિક જીવનમાં પણ તેમની સાથે ડેટની અપેક્ષા રાખે છે. પરંતુ ના, અમે ડેટિંગ નથી કરી રહ્યા.

Shah Jina