રાધિકા કરતા પણ જોરદાર તૈયાર થઇ આ અભિનેત્રી, ગ્રે અને પિંક લહેંગામાં સૌથી હટકે દેખાઈ, જુઓ લગ્નની અનસીન તસવીરો
‘ઈશ્કબાઝ’ ફેમ એક્ટ્રેસ સુરભી ચંદના તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ કરણ શર્માની દુલ્હન બની ગઈ છે. બંનેએ 2 માર્ચે રાજસ્થાનના ચોમુ પેલેસમાં ભવ્ય અંદાજમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હવે એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે જેમાં અભિનેત્રી અને તેનો પતિ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
સુરભી ચંદનાએ ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો શેર કરી છે. લગ્નમાં સુરભીએ ગ્રે અને પિંક કલર કોમ્બિનેશનનો હેવી વર્કનો લેહેંગો પહેર્યો હતો. આ સાથે તેણે ગળામાં બ્લૂ સ્ટોન અને જડાઉ ચોકર હાર સાથે માંગ ટીકો અને હાથમાં ચૂડો પહેર્યો હતો. લગ્નની ખુશી સુરભિના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી હતી.
સુરભી સાથે ટ્વિનિંહ કરતા કરણ શર્માએ ગ્રે શેરવાની પહેરી હતી. તસવીરોમાં કપલ એકબીજાને પૂર્ણ કરતા જોવા મળ્યા. સુરભીએ વરમાળાથી લઈને સિંદૂર દાન અને વિદાય સુધીની તસવીરો શેર કરી છે. અભિનેત્રીના લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. અભિનેત્રીના શાહી લગ્નની તસવીરોની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને તેમની રાહ હવે પૂરી થઇ ગઇ છે.
સુરભિના લગ્નની તસવીરો સામે આવતા જ વાયરલ થઇ ગઇ અને ચાહકો પણ આ લગ્નની તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના પર પ્રેમ પણ વરસાવી રહ્યા છે. જણાવી દઈએ કે, કરણ અને સુરભી 13 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે, આ કપલે ક્યારેય તેમના સંબંધો વિશે વાત કરી નથી. બંને સ્ટાર્સ પોતાના સંબંધોને દુનિયાથી છુપાવતા જોવા મળ્યા હતા.
પરંતુ ધીમે-ધીમે આ સ્ટાર કપલે તેમના સંબંધોની પુષ્ટિ કરી અને આખરે વર્ષો સુધીના ડેટિંગ બાદ બંને 2 માર્ચે લગ્નના બંધનમાં બંધાયા. સુરભિ અને કરણના લગ્નમાં તેમના પરિવારના સભ્યો તેમજ નજીકના મિત્રો અને સંબંધીઓએ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે સુરભીએ ટીવી સિરિયલ ‘ઈશ્કબાઝ’થી ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી.