સુરતમાં પત્ની સાથે છૂટાછેડા લીધા વિના જ પતિએ 2 બાળકોની માતા અને વિધવા મહિલા સાથે મૈત્રી કરાર રાખીને બાંધ્યા અસંખ્ય વાર સંબંધો, મન ભરાઈ જતા તરછોડી દીધી….

આ વ્યક્તિએ બે સંતાનોની માતા સાથે વારંવાર સંબંધો બાંધીને કેરીના ગોઠલાની જેમ ચૂસીને ફેંકી દીધી… જુઓ સમગ્ર મામલો

આજના સમયમાં મહિલાઓ અને યુવતીએને વિશ્વાસમાં લઇ તેની સાથે લગ્ન કરવાની લાલચ આપીને સંબંધો બાંધવાની અને  ત્યારબાદ તેમને તરછોડી દેવાની ઘણી ઘટનાઓ સતત સામે આવતી રહે છે. મહિલાઓ અને યુવતીઓ પણ આવા વ્યક્તિની લાલચમાં ભોળવાઈ જાય છે અને પછી જયારે તે વ્યક્તિ દ્વારા તરછોડી દેવામાં આવે છે ત્યારે ખુબ જ દુઃખી પણ થતી હોય છે.

હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જ્યાં વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગમાં રહેતી અને બે સંતાનોની વિધવા માતા સાથે એક વ્યક્તિએ મૈત્રી કરાર રાખીને લગ્નની લાલચ આપી અનેકવાર સંબંધો બાંધ્યા અને પછી તેને તરછોડી દીધી હતી. એટલું જ નહિ આ વ્યક્તિએ મહિલાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. જેનાથી કંટાળેલી યુવતીએ તે વ્યક્તિ વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

આ વિધવા મહિલા મૂળ ગીર સોમનાથ જિલ્લાની વતની છે અને હાલ સુરતમાં રહે છે. તેને સંતાનોમાં એક દીકરો અને એક દીકરી છે. તેનો પતિ દારૂડિયો હોવાના કારણે તેની સાથે રોજ મારઝૂડ કરતો અને તેને સતત ત્રાસ પણ આપતો હતો. આ દરમિયાન મહિલાની ઓળખ તેની પાડોશમાં રહેતા વલ્લભભાઈ સુધાભાઇ સાંખટ સાથે થઇ હતી. જેના બાદ બને પ્રેમની ઓળખ પ્રેમમાં પણ પરિણમી હતી અને બંનેએ અનેકવાર સંબંધો પણ બાંધ્યા હતા.

(પ્રતીકાત્મક તસવીર)

વર્ષ 2020માં કોરોના સમયમાં મહિલા તેના પિયર ગઈ હતી અને આ દરમિયાન જ સુરતમાં તેના પતિનું નિધન થયું હતું. જેના બાદ તે સુરત પરત આવી હતી ત્યારે વલ્લભે મહિલાને “તું મારી જવાબદારી છે અને મારી પત્નીના ત્રાસથી હું પણ કંટાળી ગયો છું, તું મારી સંભાળ રાખજે નહિ તો હું મરી જઈશ. મારા છૂટાછેડા થયા બાદ હું તારી સાથે લગ્ન કરી લઈશ” એમ કહીને મહિલાનો વિશ્વાસ જીત્યો હતો અને મૈત્રી કરાર કરીને સાથે રહેવા લાગ્યો હતો.

વિધવા મહિલા અને વલ્લભે એક સંયુક્ત ઘર પણ ખરીદ્યુ હતું, જેનો દસ્તાવેજ વલ્લભે પોતાના નામે કરાવી લીધો હતો. અચાનક વલ્લભે મહિલા સાથે ઝઘડો કરીને કહ્યું કે, “તારે જે કરવું હોય એ કર, જ્યાં જવું હોય ત્યાં જા. મારી તારી સાથે લગ્ન નથી કરવા” એમ કહીને છોડી મૂકી. વલ્લભના આવા વર્તનના કારણે મહિલાને પણ આપઘાત લાગ્યો અને તેને વલ્લભની પત્ની અને માતાનો સંપર્ક કર્યો. તેમને પણ વલ્લભથી દૂર રહેવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જેના બાદ મહિલાએ વલ્લભ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

Niraj Patel