સુરતમાં મોબાઇલ ચોર મહિલાને લોકોએ ભણાવ્યો એવો પાઠ કે વાંચી તમે પણ કહેશો જે પણ કર્યુ એનાથી કયારેય ચોરી કરવાનું નહિ વિચારે

સુરતમાં મહિલા મોબાઈલ ચોરને મળી વિચિત્ર સજા, સજા વિશે સાંભળીને વિશ્વાસ નહિ આવે

ગુજરાતમાંથી ઘણીવાર ચોરીની ઘટનાઓ સામે આવતી રહે છે. આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ મોખરે જણાય છે. ત્યારે હાલ સુરતમાં મોબાઇલ ચોરીની ઘટના સામે આવી છે. ઘણી ચોરીની ઘટનાઓમાં જો ચોર પકડાઇ જાય તો લોકો તેને ઢોર માર મારે છે અને પછી પોલિસને હવાલે કરી દેતા હોય છે. પરંતુ સુરતમાં હાલ જે મહિલા ચોરી કરતા પકડાઇ છે તેને લોકોએ એવો પાઠ ભણાવ્યો કે જોઇને એક સમયે તો તમે વિચારમાં પડી જશો. ઘટનાની વિગત જોઇએ તો, સુરતના વેલંજા વિસ્તારમાં જે મહિલા ચોરી કરતી પકડાઇ તે મહિલા એકલી નહોતી તેની સાથે અન્ય ત્રણ શખ્શો હતા, જે શહેરના લીંબાયત વિસ્તારના રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે.

પરંતુ આ મહિલા એકલી લોકોના હાથે ઝડપાઇ ગઇ હતી. અને બાકીના ત્રણ લોકો ભાગી જવામાં સફળ રહ્યા હતા. ત્યારે આ વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં સ્થાનિકોએ આ મહિલાને મોબાઈલ ચોરતી પકડી અને એટલું જ નહીં લોકોએ તેને માર મારવાને બદલે હાથમાં ઝાડુ પકડાવ્યુ અને બિલ્ડિંગની સાફસફાઈ કરાવી. મળતી માહિતી અનુસાર સ્થાનિકોએ એક રીક્ષા પણ પકડી પાડી છે. જે વીડિયો સામે આવ્યો છે, તેમાં મહિલા રડતી દેખાય છે આ મહિલા સાથે પૂરી કરવા માટે સાજીદ લીલાનેજા નામનો એક વ્યક્તિ પણ આ ચોરીમાં સામેલ હોવાનું મહિલાએ કબુલાત કરી હતી.

જોકે આ ગેંગ દ્વારા કોઈપણ વ્યક્તિને મુસાફર તરીકે રિક્ષામાં બેઠેલા બાદ તેમની નજર ચૂકવી તેમનો સામાન અને ખાસ કરીને મોબાઇલની ચોરી કરતા હોવાની કબૂલાત કરી હતી.ઉલ્લેખનીય છે કે, મહિલા સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતી હોવાનું અને તેનું નામ સબાના હોવાનું જણાવ્યું હતું. જો કે સ્થાનિક મહિલાઓ દ્વારા ચોરી કરવા આવેલી મહિલાને સાફ-સફાઈ કરી શકતાનો પાઠ બનાવી પોલીસના હવાલે કરવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે.

વીડિયોમાં મહિલા રડતી દેખાઈ રહી છે. તે લીંબાયત વિસ્તારની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. અને તેની સાથેના સાજીદ, બિલાલ અને ચાચા નામના વ્યક્તિ પણ મોબાઈલ ચોરીમાં સામેલ હોવાનું કહ્યું હતું.

Shah Jina