રત્નકલાકાર પિતાના દીકરાએ ધોરણ 10માં મેળવી મોટી સફળતા, ખુશીમાં છલકાઈ દિવ્યાંગ માતા પિતાની આંખો, જુઓ
Jeweler’s Son In Surat 95.33% : ગઈકાલે ધોરણ 10નું પરિણામ જાહેર થયું અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો. ઘણા બાળકો એવા હતા જેમને ખુબ જ મહેનત કરી અને ધાર્યું પરિણામ પણ મેળવ્યું. ત્યારે ઘણા બાળકોની કહાનીઓ પણ સામે આવી રહી છે જેમને કઠોર પરિશ્રમ કરીને પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું છે.
એવો જ એક દીકરો છે સુરતનો વ્રજ, જેના માતા પિતા દિવ્યાંગ છે અને પિતા રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે દીકરાએ ધોરણ 10માં ખુબ જ મહેનત કરી અને 95.33 ટકા મેળવીને પરિવારનું નામ રોશન કર્યું છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં પણ વ્રજના ખુબ જ વખાણ કરી રહ્યા છે.
વ્રજનો પરિવાર મૂળ અમેરિલી જિલ્લાનો વતની છે અને તેના પિતા સુરતભાઈ સતાણી વર્ષોથી સુરતમાં જ સ્થાયી થયા છે. તેમના પત્ની ઘરકામ સાથે સિલાઈ કામ કરીને પણ પરિવારને આર્થિક રીતે મદદગાર થાય છે. વ્રજને એક મોટી બહેન પણ છે. માતા પિતાને વ્રજ પાસે ખુબ જ સપના હતા અને તેમણે વ્રજને સારી રીતે ભણાવ્યો.
વ્રજે સુરતમાં આવેલી તપોવન વિદ્યાલયમાં અભ્યાસ કરીને ધોરણ 10ની પરીક્ષા આપી હતી, ત્યારે આ પરીક્ષામાં તેણે ઝળહળતું પરિણામ મેળવ્યું. તેણે ધોરણ 10માં 95.33 % સાથે A-1 ગ્રેડ મળ્યો છે અને તેને 99.95 PR મેળવ્યા છે. ત્યારે વ્રજના રિઝલ્ટને લઈને પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
વ્રજે પોતાની આ સફળતા મેળવવા પાછળના રહસ્ય વિશે જણાવ્યું હતું કે તેને વર્ષની શરૂઆતથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને સારું પરિણામ મેળવવાનો ધ્યેય નક્કી કર્યો હતો. તેનું સપનું પરિવારનું નામ રોશન કરવાનું પણ હતું, તેને જણાવ્યું કે શિક્ષકોએ પણ તેની પાછળ ખુબ જ મહેનત કરી છે. પોતાના ભવિષ્યના સપના વિશે જણાવતા વ્રજે કહ્યું કે તેને ડોક્ટર બનવું છે.