સુરતમાં વધુ એક યુવકે હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો, ચાલતા ચાલતા જ અચાનક ઢળી પડ્યો અને મળ્યું મોત, આ દ્રશ્યો તમને વિચલિત કરી દેશે

રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો: પપ્પાને મળીને નોકરી પર જવા માટે નીકળ્યો દીકરો અને રસ્તામાં જ ચાલતા ચાલતા ઢળી પડ્યો અને મળ્યું મોત

surat udhna youth died due to heart attack: ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી હાર્ટ એટેક (heart attack) ના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. કેટલાય યુવકોને ક્રિકેટ કે ફૂટબોલ રમતા રમતા તો કેટલાક લોકોને જિમમાં હાર્ટ એટેક આવે છે. તો ઘણા યુવકોને ડ્રાઈવિંગ કરતા પણ હાર્ટ એટેક આવ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ખાસ કરીને આવા મામલાઓ સુરત (surat) માંથી સામે આવી રહ્યા છે. ત્યારે હાલ વધુ એક હાર્ટ એટેકનો મામલો સામે આવ્યો જેમાં એક યુવક ચાલતા ચાલતા જ ઢળી પડ્યો અને તેનું મોત થયું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં આવેલા ઉધના વિસ્તારની અંદર એક 42 વર્ષીય વ્યક્તિ તેના પિતાને મળીને ચાલતા ચાલતા જઈ રહ્યો હતો તે દરમિયાન જ તેને અચાનક છાતીમાં દુખાવો થયો અને તે રસ્તા પર જ ઢળી પડ્યો હતો. જેના કારણે આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે પણ લઇ જવામાં આવ્યા પરંતુ ડોકટરોએ તેને મૃત જાહેર કર્યા.

મૃતકનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ તેની છાતીમાં બ્લોકેજ હોવાનું જાણવા મળ્યું હતું જેને લઈને આ વ્યક્તિનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ ગઈ હતી. જેમાં જોવા મળી રહ્યું છે કે ગણતરીની સેકેન્ડમાં જ આ વ્યક્તિ મોતને ભેટી જાય છે. આ મામલે ઉધના પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકનું નામ પંકજભાઈ દોલતભાઈ પટેલ હતું અને તે સુરતના સચિન વિસ્તારમાં આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રહે છે. તેઓ પલસાણામાં આવેલી એક મિલમાં કેશિયર તરીકે નોકરી કરી છે અને તેમના પિતા ઉધનાના હરિનગર ત્રણમાં રહેતા હોય તે પોતાના પિતા દોલતભાઈને મળવા માટે આવ્યા હતા. પોતાના પિતાને મળીને તે નોકરી પર જઈ રહ્યા હતા ત્યારે જ ઉધના હરીનગર ત્રણ પાસેના બીઆરસી મંદિર પાસે આવેલ રસ્તા પર આ ઘટના બની.

Niraj Patel