સુુરતમાં વધુ એક અકસ્માત : ટ્રેલરે મહિલા TRBને કચડી નાખતા ગુમાવ્યો જીવ, એકમાત્ર આર્થિક સહારો છીનવાઇ જતા પરિવાર નોંધારો

સુરતમાં ઘણીવાર અકસ્માતની ખબરો આવતી રહે છે, વાહનચાલકો બેફાન બન્યા છે, ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે, જેમાં મહિલા TRB જવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. શહેરમાં ટ્રેલરની અડફેટે આવતા ટક્કરને કારણે મહિલા TRBનું મોત થયુ છે. આ મહિલા TRBનું નામ પ્રીતી ચૌધરી છે.

તેઓ એક્ટિવા પર જઇ રહ્યા હતા અને ત્યારે ટ્રેલરે પ્રીતી ચૌધરીના વાહનને અડફેટે લીધુ હતુ અને તે બાદ તેના માથા પરથી ટાયર ફરી વાળતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. આ ઘટના વરિયાવ પોલિસ ચોકી પાસે બની હતી.

ટ્રેલરચાલકની પોલિસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, તેનું નામ સંદીપ હોવાની વિગત સામે આવી છે, જયારે ટ્રેલર મા સંતોષી એજન્સીનું હોવાનું પણ સામે આવ્યુ છે. TRB મહિલાના પિતાનું મોત 7 વર્ષ અગાઉ જ થયુ હતુ અને તે બાદ ઘરની જવાબદારી પ્રીતી પર આવી ગઇ હતી અને હવે તેનું પણ મોત થયુ છે.

મહિલા TRB લગભગ 2 વર્ષ પહેલા જ ફરજ પર જોડાઇ હતી અને તેના પિતાનું મોત પણ અકસ્માતમાં જ થયુ હતુ. પ્રીતીએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે અને તે બાદ તે TRBમાં જોડાયા હતા. તેમની મોતથી તેમની બહેન અને તેમની માતાને ઘણો આંચકો લાગ્યો છે અને હવે પરિવારનો આધાર બનેલી દીકરીના મોતથી શોકની લાગણી છવાઇ ગઇ છે.

Shah Jina