સુરતની વિધવાએ લંડનના યુવકના પ્રેમમાં ફસાઈ લંડન જવાની લાલચમાં આવીને અધધધ લાખ ગુમાવ્યા, ઇન્સ્ટાગ્રામ પર થઇ હતી ઓળખાણ, જાણો સમગ્ર મામલો

“તમે વિધવા છો અને હું એકલો છું, તમને લંડન લઇ જઈશ..” એમ કહીને સુરતની મહિલા સાથે આટલા લાખનું થયું ફ્રોડ… ગજબની સ્ટોરી આવી સામે ….

આજકાલ વિદેશ જવાની ઘેલછામાં લોકો લાખો રૂપિયાનું પાણી કરી દેતા હોય છે. તો ઘણીવાર તેમની સાથે ફ્રોડ થવાના પણ કિસ્સાઓ સામે આવતા રહે છે, આ ઉપરાંત હાલમાં સોશિયલ મીડિયા દ્વારા પણ ફ્રોડ થવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે જ્યાં એક વિધવા મહિલા સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઇ. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના નાના વરાછામાં રહેતી એક 56 વર્ષની વિધવા મહિલાની ઓળખાણ સોશિયલ મીડિયા દ્વારા આશિષ નામના એક વ્યક્તિ સાથે થઇ. આશિષે પોતે લંડન રહેતો હોવાનું અને ત્યાં તેની રેમન્ડની શોપ તેમજ વતન રાજકોટમાં જમીન અને ફાર્મ હોવાની વાત કરીને મહિલાને વિશ્વાસમાં લીધી હતી.

જેના બાદ આશિષે મહિલાને જણાવ્યું હતું કે તમે વિધવા છો અને હું એકલો છો, તો આપણે બંને જીવનસાથી બની જઈએ.. ” જેના બાદ મહિલાને વિશ્વાસમાં લઈને યુવકે પાસપોર્ટ અને વિઝાની પ્રોસેસ ચાલુ કરવાનું બહાનું કાઢીને તેની જમીનમાં કામ કરનારા મહેશ ગોસ્વામીને આંગળીયા દ્વારા પૈસા મોકલવાનું જણાવ્યું હતું.

જેના બાદ મહિલાએ બે ભાગમાં 5.15 લાખ મોકલ્યા અને વિમાનમાં દાગીના પણ લાવી શકાશે નહીં એમ કહીને દાગીના પણ મોકલવા કહી દીધું અને મહિલાએ વિશ્વાસમાં આવીને મોકલી પણ દીધા. વિધવા મહિલાને યુવકે પોતાનો ફોટો બતાવીને વિશ્વાસમાં લીધી હતી જેના કારણે તેને 7 લાખની કિંમતના દાગીના પણ આપી દીધા.

થોડા દિવસ બાદ ગઠિયાએ પોતાને દાગીના મળી ગયા છે તે અંગેનો ફોટો પણ મોકલાવ્યો હતો. જેના બાદ તેને મહિલા સાથે વાત કરવાનું ઓછું કરી દીધું. આખરે લંડન ના લઇ જતા મહિલાએ પૈસા પાછા માંગ્યા તો ગલ્લાંતલ્લાં બતાવવા લાગ્યો અને પછી મહિલાએ પોતાના પરિવારને આ સમગ્ર મામલાની જાણ કરતા સાઇબર ક્રાઇમમાં અરજી કરી હતી. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

Niraj Patel