સુરત: પત્નીએ તેના પતિને વેલેન્ટાઇન ડે પર ગિફ્ટ કર્યુ 108 ગોલ્ડ રોઝનું દિલ !
7 ફેબ્રુઆરીથી શરૂ થનાર વેલેન્ટાઇન વીક ખત્મ થવા સાથે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. વેલેન્ટાઇન ડે એટલે કે પ્રેમનો ઇઝહાર, મહોબ્બતનો ઇકરાર. કોઇને જો પ્રેમનો ઇઝહાર કરવો હોય તે તેમના માટે વેલેન્ટાઇન ડેથી વધારે સારો મોકો કોઇ કેવી રીતે હોઇ શકે. લવ બર્ડ્સ આ દિવસને ખાસ બનાવવા માટે એક બીજાને ના માત્ર પોતાના દિલના જઝબાત કહે છે પણ ગિફ્ટ્સ આપી અને ખૂબસુરત મેસેજ મોકલી પણ ઇઝાહર-એ-મહોબ્બત કરે છે. ત્યારે સુરતીઓએ આ વેલેન્ટાઇન ડેને ખાસ બનાવ્યો છે.
ડાયમંડ નગરી સુરતની ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અલગ રીતે વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી છે. દેશના પ્રધાનમંત્રી પીએમ મોદી પ્રત્યે તેમણે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે અને વેલેન્ટાઈન ટ્રી બનાવ્યું છે. જે વિદ્યાર્થીઓ પીએમ મોદીને આપશે. 150 કરતા વધારે ગોલ્ડ રોઝથી આ બનાવવામાં આવ્યું છે. જોકે, આ ગોલ્ડના ગુલદસ્તાની કિંમત સાંભળીને તમે ચોંકી જશો. કેટલાક રીપોર્ટ્સ અનુસાર પ્રધાનમંત્રી માટે અંદાજીત 2.5 લાખ રૂપિયાની કિંમતનો આ ગોલ્ડ રોઝનો બુકે બનાવાયો છે.
વિદ્યાર્થિનીઓ કહે છે કે પીએમ મોદી તેમના આદર્શ છે અને તેઓ હરહંમેશ વિદ્યાર્થીની ચિંતા કરે છે. પીએમ વિદ્યાર્થીઓના યુથ આઇકોન માનવામાં આવે છે. તેઓ આગળ જણાવે છે કે, આ રોઝ ગોલ્ડની પીએમ મોદીને કાયમી યાદગીરી રહે તે માટે તેઓ આને પીએમને ગિફ્ટ કરવા માગે છે. વેલેન્ટાઇન ટ્રી બનાવનારનું કહેવું છે કે ઓરો યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થી આવ્યાં હતા અને તેમણે પીએમને ગિફ્ટ આપવાની તૈયારી બતાવી,
જેથી તેઓએ વિદ્યાર્થીઓને ગોલ્ડ રોઝનો કોન્સેપ્ટ આપ્યો હતો. તેઓ કહે છે કે, લાલ ગુલાબ તો એક સમયે મુરજાઇ જાય છે પણ આ ગોલ્ડ રોઝ હંમેશ માટે એમ જ રહે છે. ઉલ્લેખનીય છે કે, વેલેન્ટાઇન ડેની એક બીજી પણ ઘટના સામે આવી છે. જેમાં એક સુરતની એક યુવતીએ તેના પતિને લગ્નની પહેલી એનિવર્સરી અને વેલેન્ટાઈન પર સોનાનું દિલ આપ્યું છે. પરિધી અને દીપના લગ્ન 14 ફેબ્રુઆરી 2022ના રોજ થયા હતા,
ત્યારે લગ્નની પહેલી વર્ષગાંઠ તેમજ વેલેન્ટાઇન ડેને ખાસ બનાવવા માટે પરિધી પતિ દીપને કંઈક ખાસ ગિફ્ટ આપવા માગતી હતી અને તેથી જ તેણે પતિ માટે સોનાનુ દિલ બનાવ્યું. પરિધિએ પતિને 108 સોનાના ગુલાબનો ગુલદસ્તો બનાવીને ભેટ કર્યો છે.પરિધીએ તેના પતિ માટે બનાવડાવેલા સોનાના આ દિલની કિંમત લાખોમાં છે.