સુરતમાં 9મા ધોરણમાં ભણતી દીકરીને ટ્યુશનની ફેરવેલ પાર્ટીમાં જવાની ના પાડતા દુપટ્ટા વડે લટકી ગઈ, બિચારા માં-બાપ પર શું વીતી હશે ભગવાન…..

સુરતના ડિંડોલીમાં 9મા ધોરણમાં ભણતી દીકરી હુક સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈને લટકી ગઈ, હૃદય ફાડી નાખે એવું કારણ આવ્યું બહાર

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. છેલ્લા ઘણા સમયથી તો વિદ્યાર્થીઓના આપઘાતના મામલામાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે હાલમાં સુરતમાંથી ફરી એકવાર વિદ્યાર્થીનીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓ તો હવે સામાન્ય બાબતમાં પણ માઠુ લાગી આવતા આપઘાત સુધીના પગલાં ભરતા હોય છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

ત્યારે સુરતના ડીંડોલીમાંથી ધોરણ 9ની વિદ્યાર્થિનીના આપઘાતનો મામલો સામે આવ્યો છે અને આ ઘટનાને લઇને મૃતકનો પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે. વિદ્યાર્થિનીને ટ્યુશનની પાર્ટીમાં જવાની પરિવારેન ના કહેતા તેણે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેવાનું સામે આવ્યુ છે. ડિંડોલી વિસ્તારમાં આવેલ મીરાનગર વિભાગ-2માં રહેતા સુનિલ રાજપૂતની દીકરી ધોરણ નવમા અભ્યાસ કરતી હતી.

14 વર્ષીય સાક્ષીને પરિવારે ટ્યુશનમાં રાખેલ ફેરવેલ પાર્ટીમાં જવાની ના કહેતા તેને એ વાતનું એટલું માઠું લાગી આવ્યુ કે તેણે રૂમમાં જતી જઇ રૂમને લોક કરી દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો તેને તાત્કાલિક સારવાર માટે લઇ ગયા પણ એ પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ પોલિસને થતા જ ડિંડોલી પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

ત્યારે પરિવારની એકની એક દીકરીએ આવું પગલું ભરી લેતા પરિવારમાં પણ માતમ છવાયો છે. ઉલ્લેખનીય છે કે, અડાજણ સ્થિત રૂષિ પ્રસાદ રો-હાઉસમાં રહેતી 18 વર્ષિય સિદ્ધિ કંથારિયાએ પણ હાલમાં કેટલાક દિવસ પહેલા જ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતકે આપઘાત પહેલા સુસાઈડ નોટ પણ લખી હતી અને તેમાં તેણે પોતાના મારા મનથી આપઘાત કરતી હોવાનો અને જીવન તેમજ ભણવાના ટેન્શનથી કંટાળી ગઇ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

Shah Jina