ધોરણ 12ના વિદ્યાર્થીને મળ્યુ માસ પ્રમોશન પરંતુ આ ખુશીની ઘટના ફેરવાઇ ગઇ માતમમાં, જાણો એવુ તો શુ થયુ

સુરત : ધોરણ 12ના માસ પ્રમોશન મળ્યાની ખુશી ના માણી શક્યો, બાથરૂમમાંથી મળ્યો મૃતદેહ

હાલ સુરતમાંથી એક હ્રદયદ્રાવક કિસ્સો સામે આવી રહ્યો છે. અહીં અલથાણમાં ધોરણ 12ના એકર વિદ્યાર્થીનું મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. ધોરણ 12નો વિદ્યાર્થી શુક્રવારના રોજ બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને તે બાદ તેને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જયાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.

સુરતના અલથાણના રહેવાસી અને મૃતકના પિતા સુરેન્દ્ર શર્મા ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે અને તેઓ થોડા દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા અને 30 મેના રોજ તેઓ કોરોનાને માત આપી પાછા ફર્યા હતા. તેમને બે દીકરાઓ છે અને તેમનો એક દીકરો લલિત ધોરણ 12માં અભ્યાસ કરતો  હતો.

ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળતા લલિત ખુશ હતો અને તે શુક્રવાર એટલે કે ગઇકાલના રોજ અચાનક બાથરૂમમાં પડી ગયો હતો અને અવાજ અવતા તેના ભાઇ દ્વારા દરવાજો ખખડાવવામાં આવ્યો પરંતુ અંદરથી કોઇ અવાજ ન આવતા પરિવાર દ્વારા બૂમાબૂમ કરવામાં આવી અને અવાદ સાંભળી પાડોશીઓ પણ દોડી આવ્યા.

બાથરૂમના વેન્ટીલેટરની બારી તોડી નાના બાળકને બાથરૂમનો દરવાજો ખાલવા માટે અંદર ઉતારી દીધો અને તે બાદ તેને બેભાન હાલતમાં પડેલ જોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો પરંતુ 3 કલાકની સારવાર બાદ તેનુ મોત નિપજયુ.

પોસ્ટમોર્ટમ કરનાર તબીબે દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતુ કે,હૃદયમાંથી લોહીના ગઠ્ઠા મળી આવ્યા છે. હિસ્થોપેથોના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે, ફેફસામાંથી પાણી પણ મળી આવ્યું છે. ત્યારે હવે રીપોર્ટ બાદ જ કંઇ કહી શકાશે કે આ હૃદયરોગનો હુમલો છે કે પછી કોરોનાનો નવો સ્ટ્રેન કે…

Shah Jina