SURAT: અંતિમસંસ્કારની વિધિમાં લાઇનમાં ઊભા ના રહેવું હોય તો, આપવામાં આવે છે લાંચ, જાણો વિગત

અંતિમવિધિ માટે પણ લાંચ, આટલા રૂપિયા રોકડી કરો તો જલ્દી વારો આવશે- જાણો સમગ્ર વિગત

અગ્નિસંસ્કાર માટે 12 કલાકથી પણ વધારે વેઇટિંગ ચાલી રહ્યું છે, પરિવારજનો હોસ્પિટલમાં તથા અંતિમવિધિ માટે સ્મશાનમાં અટવાઇ રહ્યાં છે તે છતાં મૃતદેહોના ટોકન તોડીને વહેલાં અંતિમ સંસ્કાર કરી આપવાના નામે પણ ભ્રષ્ટાચાર કરી લોકોને વધુ હાલાકીમાં મુકાઇ રહ્યાં હોવાની અશ્વનીકુમાર સ્મશાન ખાતે રાવ ઊઠી છે.

પ્રતિકાત્મક તસવીર

સુરતના સ્મશાનગૃહમાં ઘણા મૃતદેહો જોવા મળી રહ્યા છે. મૃતદેહને હોસ્પિટલમાંથી સ્મશાન ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. એક એમ્બ્યુલન્સમાં ત્રણ-પાંચ જેટલા મૃતદેહો લઈ જવાય છે. અંતિમક્રિયા માટે લોકોને રાહ જોવી પડી રહી છે.

અંતિમક્રિયા કરાવી આપવા માટે કેટલાક ઇસમો 1500થી 2000 વેઇટિંગમાં ન ઊભા રહેવા માટે માગણી કરી રહ્યા છે, આ ઘટનાને લઈને ભારે હોબાળો અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં જોવા મળ્યો હતો.

Shah Jina