સુરત: આયેશા બાદ વધુ એક પતિના ત્રાસનો કિસ્સો, પતિ સાસુ સાથે પરણ્યો, કહ્યું ‘તું શું કામ હજુ જીવે છે, આપઘાત કરી લે’

તાજેતરમાં અમદાવાદની આઇશા એ પતિના ત્રાસને લઈને આપઘાત કર્યો હતો અને હસતા મોઢે જીવન ટૂંકાવ્યુ હતુ. જો કે, પતિએ આપઘાત કરતા પહેલા આયેશાને વીડિયો મોકલવાનો કહ્યો હતો અને આયેશાએ હકિતતમાં વીડિયો મોકલી અને રીવરફ્રન્ટ પરથી કૂદી અને જિંદગી ટૂંકાવી લીધી.

હજુ તો આ મામલો શાંત નથી થયો ત્યારે અમદાવાદની આઇશાની જેમ સુરતમાં પરણિત મહિલાને તેના પતિને તરછોડી અને બીજા લગ્ન કરી લીધા આ બાદ તો તેણે આ પરિણીતાને આપઘાત કરવાનું કહે છે.ત્યારે ન્યાય માટે આ પરિણીતા પોલીસમાં અરજી કરી છે. પરિણીતાએ જણાવ્યું હતું કે, મારે બીજી આઇશા બનવું નથી; મારે જીવવું છે અને પતિ સાથે રહેવું છે, ન્યાય જોઈએ છે.

સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતી નાગોરીવાડમાં રહેતી એક પરિણીતા પર પોતાના પતિ દ્વારા ત્રાસ આપતો હોવાનું સામે આવ્યુ છે. સુરતની આ યુવતીએ કહ્યું હતું ‘હું આઇશા જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહી છું જો કે, આ યુવતીના પતિએ રઝળતી મૂકીને અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા અને તે કોઇ બીજુ નહિ પરંતુ યુવકની માસી સાથે લગ્ન કર્યા. તે બીજી પત્ની લઈને ઘરે આવ્યો હતો.

તેના પતિએ કહ્યું હતું કે ‘તું કેમ હજુ જીવે છે આપઘાત કરી લે’ ત્યારે યુવતી ન્યાય મેળવવા માટે લાલગેટ પોલીસ અને કમિશ્નરના દરવાજા ખખડાવીને ન્યાયની માંગ કરી છે. આ સાથે જ તેણે કહ્યુ કે, તેને 4 વર્ષની દીકરી અને પતિ સાથે જીવવું છે પણ પતિ તેને આપઘાત કરી લેવાની શીખ આપી રહ્યો છે. આ પરિણાતા ન્યાય માટે માંગ કરી રહી છે અને જો ન્યાં નહિ મળે તો તેની સ્થિતિ પણ આઇશા જેવી થશે.

Shah Jina