સુરતમાં વિકૃતિની તમામ હદો વટાવનાર હેવાન આચાર્ય વિદ્યાર્થીઓના કપડાં કાઢીને….રુવાડા ઉભા કરી દે એવો કિસ્સો

સુરતમાં શિક્ષક જ બન્યો ભક્ષક, 300 નંબરની શાળામાં આચાર્ય બાળકોના કપડાં કઢાવીને એવા એવા ગંદા કામ કરતો કે સાંભળીને મગજ ખરાબ થઇ જશે

શાળા એ વિદ્યાનું ધામ છે, માં સરસ્વતીનું પવિત્ર મંદિર છે. શાળામાંથી તો બાળકો ઘણા સંસ્કાર અને શિસ્ત શીખતા હોય છે. જોકે, ઘણીવાર શાળામાંથી એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે, જે જોઇને કે સાંભળીને આપણા મગજનો પારો છટકી જાય અથવા તો હૈયુ કંપી ઉઠે. હાલમાં કંઇક આવો જ કિસ્સો સુરતની એક શાળામાંથી સામે આવ્યો છે. સુરતમાં એક હેવાન આચાર્યની હરકતોના વીડિયો વાયરલ થયા છે, જે બાદ હડકંપ મચી ગયો છે. પુણાની શાળા નંબર 300ના આચાર્યની હેવાનિયત સામે આવી છે.

આચાર્યએ વિદ્યાર્થીઓેને કપડા કાઢી તેમનું શોષણ કર્યુ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. આ ઉપરાંત હેવાન આચાર્ય વિદ્યાર્થીને કપડા કાઢી રૂમમાં પણ દોડાવતો હતો. તે વિદ્યાર્થીના કપડા સંતાડી દેતો. શિક્ષકને માતા પછી બીજો દરજ્જો આપવામાં આવે છે પરંતુ જો શિક્ષક જ હેવાન બની જાય તો ? સુરતના પુણામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં 14 વર્ષના વિદ્યાર્થી સાથે આચાર્યએ જાતિ સતામણી કરી હતી અને તે બાદ આચાર્યની કરતૂત સામે આવી. હાલ તો આ મામલો પુણા પોલીસમાં પહોંચ્યો છે.

તસવીર સૌજન્ય : ન્યુઝ18 ગુજરાતી

આરોપી આચાર્યનું નામ નિશાંતકુમાર વ્યાસ છે, જે નીલકંઠશ્વેર સોસાયટીમાં રહે છે. આરોપી આચાર્ય વિરૂદ્ધ પોક્સો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આાચાર્યએ 14 વર્ષના વિદ્યાર્થી સાથે જે હેવાનિયત કરી તેના દૃશ્યો પણ સામે આવ્યાં છે. બાળક સાથે વિકૃતિની તમામ હદ પાર કરી દીધી હોવાનું સ્પષ્ટ દેખાય છે. 14 વર્ષનો વિદ્યાર્થી જે પુણામાં રહે છે અને જેના આચાર્યએ કપડા કાઢ્યા હતા તેની પૂછપરછ કરવામાં આવી હતી. વિદ્યાર્થીએ જણાવ્યું કે વીડિયો 3-4 વર્ષ જૂનો છે.

ત્યારે આરોપી આચાર્ય કહેવાથી 6-7 વિદ્યાર્થીઓએ મોબાઇલમાં વીડિયો બનાવ્યો. જે વીડિયો છે, તેમાં એક 54 સેકન્ડ અને બીજો એક 2.12 મિનિટનો છે. જોકે, એક વીડિયોમાં એ જોવા મળે છે કે સ્ટાફરૂમ જેવા ખંડમાં બાળકને સંપૂર્ણ કપડા કાઢેલી અવસ્થામાં તેના હાથ-પગ જકડી બળજબરીનો પ્રયાસ કવામાં આવી રહ્યો છે. વીડિયોમાં આચાર્ય પણ દેખાઇ રહ્યા છે. હાલ તો આચાર્યની કરતૂત સામે આવ્યા બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તપાસ સમિતિએ વીડિયોની તપાસ કરાવી છે અને વીડિયો બે-ત્રણ વર્ષ જૂના હોવાનું જણાયું છે.

Shah Jina