ડંકો વગાડ્યો ભાઈ ભાઈ….આ સુરતીલાલાની કેનેડામાં બોલબાલા ! કેનેડામાં ચલાવે છે સુરત પાસિંગની ગાડી…જુઓ તસવીરો

આજે ઘણા યુવાઓને વિદેશમાં ભણવા અને કમાવવા જવાનું ઘેલુ લાગ્યુ છે. ઘણા લોકો ભણવા અને કમાવવા માટે વિદેશ જતા હોય છે અને ઘણા ગુજરાતીઓ એવા પણ હોય છે જેઓ વિદેશમાં જઈને પોતાના અને પરિવારના નામ સાથે સાથે દેશનું પણ નામ રોશન કરતા હોય છે. ત્યારે એવા જ એક ગુજરાતીની કહાની હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. કેેનેડાના ઓન્ટારિયો પ્રાંતના બ્રામ્પટન સિટીમાં રહેતા સુરતના અંકુર ગાંધીએ એવું કામ કર્યુ કે જેની ઠેર ઠેર ચર્ચા થઇ રહી છે.

અંકુર ગાંધીએ પોતાની કાર માટે સુરત પાસિંગનો હોય તેવો નંબર લીધો છે. 9196 નંબર તેમના માટે લકી છે, અને તેમણે કેનેડામાં પોતાની પહેલી કાર ખરીદી જેનો નંબર તેમણે GJ 05 V 9196 રાખ્યો છે. સુરતમાં આ જ નંબરની એક ટ્રક તેમના પરિવાર જોડે પણ હતી. તેમના પરિવારમાં પણ દરેક સભ્યના મોબાઈલ નંબરના છેલ્લા ચાર આંકડા 9196 જ છે.

માંડવીના અંકુર ગાંધી ઘણા સંઘર્ષો બાદ પોતાના પગભર થયા છે. ત્યારે આગળ આવવા છત્તાં તે પોતાના પરિવાર કે વતનના ઉપકારને ભૂલ્યા નથી. જ્યારે પિતાએ માંડવી નગરમાં રહેતા ત્યારે 19 નવેમ્બર 1980ના રોજ એક રાજદૂત મોટરસાયકલની ખરીદી અને તેનો રજિસ્ટ્રેશન નંબર 9196 હતો. ​​​​​​​

આ વાહન પછી જેટલા પણ ટુવ્હીલર અને ફોર વ્હીલ ગાડી તેમના પરિવારે ખરીદી તે બધાનો નંબર પણ 9196 જ મેળવ્યો અને પરિવારમાં 9196 લકી નંબર તરીકે સ્વીકારવાની પરંપરા શરૂ થઇ. જો કે, કેનેડામાં વસવાટ કર્યા બાદ પણ અંકુર ગાંધીએ આ વાત ન ભૂલી અને તેમણે હાલમાં જ કેનેડામાં પોતાની કાર લીધી અને આ કારનો નંબર પણ તેમણે સુરત પાસિંગ કાર જેવો એટલે કે GJ-5V-9196 મેળવ્યો. આ કાર કેનેડામાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

જો કે, વિદેશમાં કારનું રજીસ્ટ્રેશન માત્ર 300 ડોલર એક્સ્ટ્રા ખર્ચ કરતા મળતા હોવાનું અને, સરળ પ્રોસિજર હોવાનું તેમણે જણાવ્યું હતું. અંકુર ગાંધીએ કહ્યુ કે, કેનેડામાં GJ-5 પાર્સિંગ જોઈ ઘણા ગુજરાતીઓ સુરતી છો ? એવું પુછે છે અને ત્યારે તે ગૌરવની લાગણી અનુભવે છું. માંડવીમાં સુઝીકી, હોન્ડા, સ્પ્લેન્ડર, બે બોક્સર, ડિસકવર, 6થી 7 ટવેરા, અર્ટિકા, ટેમ્પો તમામના નંબર 9196 જ હતાં.

Shah Jina