સુરતમાં આહીર યુવાનનું ક્રિકેટ રમતા રમતા ઉડી ગયું પ્રાણ પંખેરું, હાર્ટ એટેકના કિસ્સાઓ ગજબ વધી રહ્યા છે…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલો સતત સામે આવી રહ્યા છે. છેલ્લા થોડા જ દિવસમાં ઘણા યુવાનોને રમત દરમિયાન હાર્ટ એટેક આવ્યો છે અને તેના કારણે તેમનો જીવ પણ ચાલ્યો ગયો છે. જે એક ગંભીર સમસ્યા પણ બની ગઈ છે. ત્યારે આ દરમિયાન જ સુરતમાંથી વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક આહીર યુવાનનું ક્રિકેટ રમતા દરમિયાન જ મોત નીપજ્યું હતું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ઓલપાડ તાલુકાના નરથાણ ગામે એક ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચમાં ફિલ્ડિંગ ટીમમાં નિમેષ આહીર નામનો યુવાન પણ ફિલ્ડિંગ કરી રહ્યો હતો. અચાનક ફિલ્ડિંગ કરતી વખતે જ તે બેભાન થઈને ઢળી પડ્યો. જેના બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ પણ લઇ જવામાં આવ્યો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

નિમેષે આ મેચમાં પહેલા બેટિંગ કરતી વખતે 14 બોલમાં જ 42 રનની અણનમ ઇનિંગ પણ રમી હતી. જેના બાદ તે ફિલ્ડિંગ કરવા માટે ઉતર્યો હતો. ફિલ્ડિંગ કરતા સમયે જ તેને તકલીફ થતા તે ઢળી પડ્યો. નિમેષના મોત બાદ પરિવારમાં પણ આક્રંદ છવાઈ ગયો હતો. સાથે જ સમગ્ર અહિર સમાજ પણ શોકમાં ગરકાવ થઇ ગયો છે. નિમેષનું પોસ્ટમોર્ટમ કરતા માલુમ પડ્યું કે તેનું મોત હાર્ટ એટેકના કારણે થયું છે.

આ  બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર નિમેષ આહીર એક સારો ખેલાડી હતો. ક્રિકેટ રમતા જ અચાનક તેનું મોત થતા જ તેના સાથી ખેલાડીઓ પણ આઘાતમાં છે. નિમેષ મિનરલ વૉટર અને પાણીના ટેન્કરના વ્યવસાય સાથે જોડાયેલો હતો. ત્યારે તેના નિધન બાદ એક દીકરા અને દીકરીના માથેથી પણ પિતાનો પડછાયો છીનવાયો છે અને બંને સંતાનો નિરાધાર બન્યા છે. ત્યારે ગુજરાતમાંથી સામે આવી રહેલા આ હાર્ટ એટેકના કિસ્સાઓ પણ હવે ચિંતાજનક બન્યા છે.

Niraj Patel