ન્યુઝમાં ઘણી એવી ચોવનારી ઘટનાઓ સામે આવતી હોય છે જેને જાણીને આપણા હોશ પણ ઉડી જતા હોય છે, હાલ એવી જ એક ખબર સુરતમાંથી આવી રહી છે. જ્યાં 15 દિવસ પહેલા જ સગાઈ થયેલા એક મુખ બધિર ફિયાન્સ અને ફિયાન્સીની ઘરના બાથરૂમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. રહસ્યમય રીતે આ મળી આવતા તપાસ હાથ ધરી છે. હવે એ તપાસમાં લાગી ગઈ છે કે આ બંને કેવી રીતે મોતને ભેટ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આવેલા કામરેજની અંદર રહેતા જયેશ ટેલરના પરિવારમાં તેમનો એક દીરી અને એક દીકરો હતો. જેમાં તેમની દીકરી ધૃતિ મુખ બધિર હતી. ધૃતિની સગાઈ સુરતના નાનપુર વિસ્તારમાં રહેતા અર્પિત પટેલ સાથે 15 દિવસ પહેલા જ થઇ હતી. અર્પિત પણ મુકખ બધિર હતો. સગાઈ બાદ ધૃતિ પણ ખુબ જ ખુશ દેખા રહી હતી. ધૃતિ અને અર્પિત એકબીજા સાથે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ચેટ કરી અને વાતો પણ કરતા હતા. આ દરમિયાન જ છેલ્લા 5 દિવસ પહેલા જ ધૃતિ પોતાના સાસરે રહેવા માટે આવી હતી.
પરંતુ ગત સાંજે ઘરના બાથરૂમની અંદરથી ધૃતિ અને અર્પિતની મળી આવ્યા હતા. અર્પિતની બહેન ઘરે આવતા તેમને બંન્નની શોધખોળ કરી હતી. ત્યારે બાથરૂમમાં જ બંને હાલતમાં મળી આવ્યા હતા, તેમને તાત્કાલિક સારવાર માટે પણ લઈ જવામાં આવ્યા પરંતુ તબીબો દ્વારા તેમને જાહેર કરવામાં આવ્યા હતા.
ધૃતિ અને અર્પીતના પરિવારના માથે પણ આભ તૂટી ગયું હતું. આવતા એપ્રિલ માસમાં જ બંનેના લગ્ન લેવાના હતા. જે ઘરમાં થોડા સમયમાં જ લગ્નની શરણાઈ વાગવાની હતી તે ઘરમાં આજે માતમ છવાઈ ગયો છે. આ સમગ્ર ઘટનાની હવે તપાસ શરૂ કરી છે, જયારે તેમનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યો ત્યારે પાણીનો નાળ ચાલુ હતો અને દરવાજો પણ ખુલ્લો હતો. તો બીજી તરફ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ગેસ લીકેજ થવાના કારણે ગૂંગળામાંથી તેમનું મૃત્યુ થયું હોઈ શકે છે. હવે વધુ તપાસ કરી રહી છે.