કોરોનાએ લીધો આખા પરિવારનો ભોગ, પહેલા પુત્ર અને તે બાદ માતા-પિતાએ ગુમાવ્યો જીવ અને છેલ્લે જે થયું એ કલ્પના બહાર છે

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઇ છે ત્યારે આ લહેરમાં ઘણા લોકોનો આખો પરિવાર તો ઘણા લોકોએ પોતાના સ્વજનને ગુમાવ્યા છે. ત્યારે સુરતમાં પણ કોરોનાનો પ્રકોપ યથાવત છે

અને સુરતના મહુવાના અનાવલ ગામે કોરોનાએ આખા પરિવારનો ભોગ લીધો છે એટલું જ નહિ પરિવારના મોભી જયંતીભાઇ પટેલની પત્ની અને દીકરાના મોત બાદ તેમની મોત થઇ અને તેમના અગ્નિ સંસ્કાર માટે પરિવારમાં કોઇ રહ્યુ જ ન હતુ.

જયંતિભાઇના દીકરાને ઉધરસ અને તાવ આવ્યા બાદ તેમજ ઓક્સિજન લેવલ ઓછુ થયા બાદ સારવાર માટે 13 એપ્રિલે વાલોડ અને તે બાદ ગડત રેફરલ લિ જવામાં આવ્યો અને ત્યાં તેને ઓક્સિજન પર રખાયો હતો . જો કે, તેને વેન્ટીલેટરની જરૂર હતી. અને તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ.

જ્યારે આ સ્થિતિ સુધરે તે પહેલા તેના મમ્મી સીતાબેનને પણ ગત તા.19મીએ નવસારી દાખલ કરાયા હતા પછી જયંતીભાઈને પણ નવસારી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. એ હોસ્પિટલમાં બને પતિ-પત્ની વેન્ટિલેટર તો મળ્યા પણ શ્વાસ ખૂટી ગયા હતા. જયંતીભાઈ આ મહિનાના અંતમાં જ નિવૃત્ત થવાના હતા અને પુત્ર માટે વહુ શોધવાની પણ તૈયારી ચાલી રહી હતી.

આજે તેમના કુટુંબના કઝીન ભાઈના પુત્ર હિતેશ કહે છે, આ ઘર તરફ હવે જોવાનું પણ મન થતું નથી. કોવિડે ઘણા પરિવારને બેહાલ કરી દીધા છે.

Shah Jina