સુરતમાં શ્રમજીવી મહિલાએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત…સુસાઇડ નોટમાં લખ્યુ- હું તો જીવવા માગતી હતી પણ…

Surat khatodara labour woman worker suicide : ગુજરાતમાંથી ઘણીવાર આપઘાતના મામલા સામે આવે છે, કેટલીકવાર આવા મામલમાં પ્રેમ સંબંધ, માનસિક-શારીરિક ત્રાસ કે પછી દહેજ અથવા તો અન્ય કારણો હોય છે. હાલમાં સુરતના ખટોદરા વિસ્તારમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક શ્રમજીવી મહિલાએ ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. જો કે, મૃતકે આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી હતી, જે કબ્જે કરવામાં આવી છે.

હાલ તો આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ખટોદરામાં રહેતી અને ઘરકામ કરતી 23 વર્ષીય જયશ્રીએ આપઘાત કરી લીધો હતો અને તે બાદ એક ઓડિયો ક્લિપ સામે આવી અને પતિએ મહિલાની પૂર્વ શેઠાણી પર આક્ષેપ કર્યા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ કે, જયશ્રી જે જગ્યા પર કામ કરતી હતી તે શેઠાણી પાસેથી મકાન લેવા માટે બે લાખ રૂપિયા લીધા હતા અને પ્રતિમાસ 2000 રૂપિયા કપાવવાના નક્કી કર્યા હતા,

પણ જયશ્રીએ કોઈ કારણસર શેઠાણીને ત્યાંથી નોકરી છોડી દીધી બાદ શેઠાણીએ ફોન કરી રૂપિયાની ઉઘરાણી કરતા તેણે ઉઘરાણીથી કંટાળી અમે પૂર્વ શેઠાણી સતત રૂપિયા આપવા માટે દબાણ કરતી હોવાથી તેમજ 15 જુલાઈ સુધીમાં રૂપિયા આપવા માટે જણાવ્યું હોવાથી જયશ્રીએ સુસાઇડ નોટ લખી ગળે ફાંસો ખાઈ લીધો. મહિલાના આપઘાતને લઈને પરિવારમાં પણ માતમ છવાયો છે.

મૃતક જયશ્રીના પતિ ગૌતમ જાદવ અનુસાર, જ્યારે તેમની મમ્મી બહાર દવાખાને ગયા અને પછી ઘરે આવી તેમણે જયશ્રીને જોઈ તો બુમાબુમ કરી અને અવાજ સાંભળી લોકો પણ દોડી આવ્યા. ત્યારબાદ મૃતકના પતિને પડોશીનો ફોન આવ્યો કે આવી ઘટના બની છે. જો કે, મૃતકે આપઘાત પહેલા સુસાઇડ નોટ લખી હતી અને તેમાં તેણે લખ્યુ- હું જીવવા માગતી હતી પણ નેદીન લખાણી અને કાચનાથ લખાણીએ મારુ જીવવાનું હરામ કરી દીધુ હતુ,

આમના કારણે જ હું આ કરી રહી છું, મને આમના વિશે ઘણુ લખવું છે પણ શું કરુ હું એક ઔરત છું, તો તેમને મને કામ કરતા જોવી સારુ નહોતુ લાગતુ અને દિવસ રાત કામ કરાવી રહ્યા છે, આવી હાલત અમારી થઇ ગઇ છે. મૃતકના પતિએ જણાવ્યુ કે, તેઓ પહેલા એક શેઠાણીના ઘરમાં રહેતા હતા અને ત્યાં અમે અમારું પોતાનું મકાન લેવા માટે શેઠાણી પાસે 2 લાખ રૂપિયા ઉછીના માંગ્યા. તેમણે આપ્યા પણ હતા અને કહ્યુ કે બંને દર મહિને 2 હજાર રૂપિયા આપી દેજો. જો કે તે પછી શેઠાણીએ કામ વધારી દીધું અને તેઓ ત્યાં જ કામ કરતા. પણ થોડા દિવસ બાદ શેઠાણીએ તેમને કામ પરથી કાઢી મુક્યા અને તે પછી તેઓ અંબાનગરમાં જ અન્ય જગ્યા પર રહેતા.

લગભગ દસેક દિવસ પછી તેમણે ફોન કરી કહ્યુ કે મને 15 જુલાઈ સુધીમાં બધા પૈસા જોઈએ છે. આમ વારંવાર ફોન કરી કહેવામાં  આવતુ અને આટલા પૈસા અમારી પાસે ન હોવાથી અમે તેમને 2 હજારના બદલે 3 હજાર આપવાનું એટલે કે પત્ની અને તેના બંનેના મળી કુલ 6 હજાર રૂપિયા મહિને આપવાનું કહ્યુ. પણ તેઓ ના માન્યા અને કહેતા કે, તમે બંને મારા પૈસા નહીં આપો તો તમને અંબાનગરમાં રહેવા નહીં દઉં અને તેમના કહેવાના કારણે અમે જ્યાં રહેતા હતા ત્યાંથી પણ અમને ખાલી કરવા માટે મકાન માલિકે કહી દીધું હતું. હવે અમે જઈએ તો ક્યાં? આ મામલે મારી પાસે શેઠાણી અને મારી પત્નીનું રેકોર્ડિંગ પણ છે.

Shah Jina