ખબર

સુરતમાં ચાર મહિલા સહિત 6 ઝડપાયા, સીધી દેખાતી યુવતીઓ વીડિયો કોલથી આખો ખેલ શરૂ કરતી, ગંદા ગંદા કામોનો થયો પર્દાફાશ

સુરતમાં યુવક પાસેથી અધધધ લાખ રૂપિયા કઢાવ્યા, સીધી સંસ્કારી દેખાતી 4 મહિલાઓએ એવા એવા કાંડ કર્યા એક જલ્દી તમે સાવધાન થઇ જજો

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાંથી હનીટ્રેપના અલગ અલગ કિસ્સાઓ સામે આવે છે. જેમાં કેટલીકવાર યુવકો અને આધેડ કે વૃદ્ધને યુવતિઓ અને તેના સાગરીતો દ્વારા ફસાવવામાં આવે છે અને પછી તેમને જાળમાં ફસાવ્યા બાદ તેમની પાસે લાખો-કરોડો રૂપિયાની માગણી કરવામાં આવે છે. ત્યારે સુરતમાંથી આવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં વરાછા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને ફેસબુક મેસેન્જરના માધ્યમથી કોન્ટેક્ટ કરી મીઠી વાતો કર્યા બાદ જાળમાં ફસાવવામાં આવ્યા અને પછી તેમને મળવા બોલાવી એકલતાનો લાભ લઇ અન્ય વ્યક્તિઓ આવી પોલીસની ઓળખ આપી માર મારી પૈસાની માગણી કરી.

આ ઘટનાની પોલિસમાં ફરિયાદ નોંધાયા બાદ ગણતરીના કલાકમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. વરાછાના એક વેપારી સાથે મહિલાએ ઓળખ કરી તેને મળવા માટે બોલાવ્યા અને પીડિત હરીધામ સોસાયટીમાં બીજા માળે મકાન નં-144માં પહોંચ્યા ત્યારે મહિલાએ એક રૂમમાં શરીર સંબંધ બાંધવાનો ડોળ કર્યો અને પછી મકાન ખાતે હાજર અન્ય બહેન કે તેમણે તથા આ મકાનના માલિક તથા મકાનમાં ફરીયાદીને ગડદાપાટુનો માર માર્યો અને તેમનો જે વીડિયો ઉતાર્યો હતો,

તેને વાયરલ કરવાની અને રેપના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. જે બાદ શરૂઆતમાં 7.50 લાખ રૂપિયાની માગણી કરી ડુપ્લીકેટ પોલીસ બની મેટરને આગળ ન વધવા દેવાની ધમકી આપી અને પછી બીજા 9 લાખ રૂપિયા બળજબરીપૂર્ક પડાવી લીધા. જો કે, આ મામલે વેપારીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલિસે ગણતરીના કલાકોમાં 6 આરોપીઓની ધરપકડ કરી લીધી. પોલિસે 5.73 લાખ રૂપિયા સહિત 7 મોબાઈલ, અલ્ટો કાર સહિત કુલ 6.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

હાલ તો પોલીસ એવું પણ તપાસ કરી રહી છે કે આરોપીઓ પહેલા બીજા કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં. પોલીસે ફેસબૂક આઇડી પરથી વાત કરનાર મહિલા સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. ઉત્પલ પટેલ, અરવિંદ મુંજપરા, સંગીતાબેન મુંજપરા, ભાવનાબેન રાઠોડ અને અલકાબેન ગોંડલીયા મળી પોલીસે બે પુરુષ અને ચાર મહિલા સહિત છ જણની ધરપકડ કરી છે.