સુરતમાં આ દાદાએ એવડી મોટી વસ્તુની ચોરી કરી કે સાંભળીને મગજ કામ નહિ કરે

સુરતમાં અલથાણમાં દાદાએ એવો મોટો કાંડ કર્યો કે પોલીસે ઝડપી લીધા, ઉલ્લુ બનાવામાં છે નંબર 1 – કાંડ સાંભળીને મગજ ટલ્લે ચડી જશે તમારું

ગુજરાતમાંથી અવાર નવાર ચોરીના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર ચોરો ગુનો કરવાની કે ચોરી કરવાની એવી તક વાપરતા હોય છે કે આપણે પણ અચંબામાં મૂકાઇ જઇએ. ગુનો કરવાની જો કે કોઇ ઉંમર નથી હોતી તેમ એક વૃદ્ધ દાદાએ સાબિત કર્યુ છે.

પ્રતિકાત્મક તસવીર

સુરતમાં એક ઘટના બની હતી, જેમાં 70-75 વર્ષના એક દાદાએ ડ્રાયફ્રુટની ખરીદી કરી હતી અને તેનું પેમેન્ટ આપ્યા વગર નાસી ગયા હતા. જો કે, સુરત પોલિસે વૃદ્ધ વ્યક્તિ અને એક મહિલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.આ દાદાએ થોડા દિવસો પહેલા એક ડ્રાયફ્રુટના વેપારી સાથે 79 હજારની છેતરપિંડી કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

ઘટના જોઇએ તો, સુરતના અલથાણમાં વિવેકાનંદ ગાર્ડન નજીક ડ્રાયફ્રૂટ બજાર નામના સ્ટોરમાં એક વૃદ્ધ અને આધેડ મહિલાએ જલારામ મંડલ વીરપુરના મુખીયા તરીકે ઓળખ આપી હતી અને પ્રસાદમાં ડ્રાયફ્રૂટ વહેચવા કાજુ, બદામ અને અખરોટના રૂ. 79 હજારનો માલ ખરીદ્યો હતો અને પેમેન્ટ આપ્યા વિના રફુચક્કર થઇ ગયા હતા. જે બાદ તેમના વિરૂદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાઇ હતી.

વિવેકાનંદ ગાર્ડન સામે જીવકોર સોસાયટીમાં ડ્રાયફ્રુટ બજાર નામના સ્ટોરમાં એક અર્ટિગા કારમાં કે જે મુંબઇ પાસિંગની હતી તેમાંથી એક 70 વર્ષના દાદા અને 50 વર્ષની મહિલા ગ્રાહક તરીકે આવ્યા હતા. બંનેએ દુકાનદાર હિતેશ સકલેચાને કહ્યુ કે, તે જલારામ મંડળ વીરપુરના મુખીયા છે અને તેઓની હેડ ઓફિસ મહારાષ્ટ્રના થાણે ખાતે સાંઇધામ સોસાયટીમાં રામચંદ નગરમાં આવેલી છે. બંનેએ પ્રસાદ રૂપે ડ્રાયફ્રૂટ વહેંચવાના હોવાથી વધારે જથ્થામાં ડ્રાયફ્રૂટ જોઇએ છે તેવું કહ્યુ હતુ.

પ્રતિકાત્મક તસવીર

ત્યારે તેમણે 66 કિલો કાજુ, 42 કિલો બદામ અને 1 કિલો અખરોડ મળી કુલ રૂ. 79000ના ડ્રાયફ્રૂટ ખરીદી પેક કરાવ્યા હતા. જે બાદ દુકાનની સામે ઉભેલી ટેક્સીમાં મૂકાવ્યા હતા. ગ્રાહક બનીને આવેલ આરોપી વૃદ્ધે પેમેન્ટ પેટે જલારામ મંડળને બદલે પર્સનલ એકાઉન્ટનો ચેક આપ્યો જેને દુકાનદારે સ્વીકાર્યો નહિ અને કહ્યુ કે પેમેન્ટ કેશમાં આપે. જે બાદ વૃદ્ધે કહ્યુ કે તે ગાડીમાંથી રોકડ લઇને આવે. તે પછી તેઓ કાર હંકારીને ભાગી ગયા હતા.

દુકાનના સ્ટાફે મોપેડ પર કારનો પીછો કર્યો હતો પરંતુ તેઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જો કે, દુકાનદારે વૃદ્ધે જે નંબર આપ્યો હતો તેનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યુ કે, તે 10 મિનિટમાં આવે છે ભટાર દિપક કિરાણા સ્ટોર પાસે ઉભા છે, જે બાદ એવું પણ કહ્યુ કે અમદાવાદ હાઇવે પર છું. આવી રીતે વૃદ્ધે દુકાનદારને ગોળ-ગોળ ફેરવ્યા હતા. જે બાદ આરોપીઓ વિરૂદ્ધ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી અને પોલિસે CCTVના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી.

ત્યારે મુંબઇના થાણે ખાતેથી આ વૃદ્ધ વ્યક્તિ દેખાયા હતા અને તેઓ લાકડીના ટેકે ચાલતા હતા. આ ઉપરાંત ટેક્સી ડ્રાઈવર અને સાથે મુખ્ય ગેંગ ઓપરેટ કરી આ મહિલા બાળક સાથે રાખતી હતી. હાલમાં પોલીસ થાણેથી આરોપીઓને પકડી સુરત લાવી છે. તપાસમાં સામે આવ્યુ છે કે, ગેંગે સુરત સહિત મુંબઈમાં સૌથી વધુ ગુના આચર્યા છે. આ ગેંગ સાથે બાળકોને લઇ જતી માટે દુકાનદાર અથવા વેપારીને ખ્યાલ ન આવે કે આ લોકો તેમની સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આ ગેંગ જે ચોરી કરતી તેને વેચી દેતી અને રોકડા કમાવતી હતી.

Shah Jina