કોરોનાએ પટેલ પરિવારનો માળો વિંખી નાખ્યો: કોરોનાએ બાળકોના મા-બાપની છત્રછાયા છિનવી, 8 જ દિવસમાં ત્રણ સભ્યોના મોત

સમગ્ર ગુજરાત સહિત સુરતમાં પણ કોરોના કાળ બનીને વરસી રહ્યો છે, સુરતમાં કોરોનાને કારણે ઘણા પરિવારો વેર વિખેર થઇ ગયા છે અને ઘણા પરિવારમાં તો માતા-પિતાના મોત થતા બાળકોએ તેમના માતા-પિતાની છત્રછાયા પણ ગુમાવી છે.

ત્યારે હાલ બારડોલીમાંથી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક પરિવારમાં પિતા, પુત્ર અને વહુનુ મોત થયુ છે અને બાળકો હવે માતા-પિતા વગરના થઇ ગયા છે તેમજ હવે આ બાળકોની જવાબદારી તેમની દાદી પર આવી ગઇ છે.

બારડોલીમાં હુડકો સોસાયટી પાસે બજરંગવાડીમાં રહેતા અને જે.એમ.પટેલ હાઇસ્કૂલના મંત્રી ઉપરાંત ગોવિંદાશ્રમ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા બાબુભાઇ પટેલ તેમની પત્ની, દીકરા અને વહુ તેમજ બે પૌત્રો સાથે રહે છે. પહેલા વહુ પૂર્વી બાદ બાબુભાઇ પટેલ અને બાદમાં તેમના દીકરા મનીષ ભાઇ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા અને તેઓને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

તમને જણાવી દઇએ કે, બાબુભાઇ ખેડૂત સાથે સાથે બારડોલી નગર ખેડૂત સમાજના પ્રમુખ પણ રહી ચૂક્યાા હતા. આ ઉપરાંત તેઓ બારડોલી નાગરિક સહકારી બેન્કના વાઇસચેરમેન પણ હતા. બાબુભાઇ પટેલ, તેમના દીકરા અને વહુનુ કોરોનાને કારણે મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે અને સાથે સાથે બે બાળકોના માથેથી માતા-પિતાની છત્રછાયા પણ જતી રહી છે.

Shah Jina