સુરતમાં હાર્ટ એટેકનો કહેર: ધોરણ-12ના વિદ્યાર્થીનું છાતીમાં દુખાવો થયા બાદ મોત..

સુરત: ધોરણ-12ના વિદ્યાર્થી દીવાબત્તી કરીને ઉભો જ થયો અને અચાનક તેને છાતીમાં દુખાવો તાયો અને ઢળી પડ્યો

ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકના કિસ્સા સામે આવે છે, જેમાં નાના યુવાઓથી માંડી મોટેરાઓ સુધી પોતાનો જીવ ગુમાવે છે. ત્યારે હાલમાં વધુ બે યુવાઓના મોત હાર્ટ એટેકથી થયા હોવાનું સામે આવ્યુ. સુરતમાં ધોરણ-12ના વિદ્યાર્થીનું તો ગીર
સોમનાથમાં 28 વર્ષિય એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ખબર સામે આવી રહી છે.

સુરતના અલથાણ વિસ્તારમાં ધોરણ 12ના વિદ્યાર્થીનું છાતીમાં દુખાવો થયા બાદ મોત થયું હતુ. દીવાબત્તી કરીને ઊભો થયા બાદ દેવ પટેલને છાતીમાં દુખાવો થયો અને તે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે એ પહેલા જ તે મોતને ભેટ્યો. દેવ પટેલ ધોરણ 12માં અભ્યાસ કરતો હતો.

File Pic

ઉલ્લેખનીય છે કે, શૈલેષ પટેલ કે જે મહેસાણાના વતની અને ભીમરાડના આકાશ એન્ક્લેવ ખાતે રહે છે તેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમનો 18 વર્ષીય પુત્ર દેવ પટેલ મંગળવારે સાંજે ઘરે દિવાબત્તી કરતો હતો ત્યારે અચાનક તેને છાતીમાં અને માથામાં દુ:ખાવો ઉપડ્યો અને પછી ચક્કર આવતા તે બેભાન થઈ ગયો. જો કે, ડોક્ટર અનુસાર, તેનું મોત હાર્ટએટેકના કારણે થયું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. એવું પણ સામે આવ્યુ છે કે દેવ પરિવારમાં એકનો એક પુત્ર હતો.

Shah Jina