ખબર

સુરતના આ પિતાએ પુત્ર માટે ચાંદ પર એક એકર જમીન ખરીદી, જુઓ સર્ટિફિકેટ

પપ્પા એ આપી આજ સુધી ની બેસ્ટ ગિફ્ટ જે મુકેશ અંબાણી પણ ના આપી શકે, એકરનો ભાવ જાણીને નવાઈ લાગશે

હાલ લોકોમાં ચંદ્ર પર જમીન ભેટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો તેમ લાગી રહ્યુ છે. અનેક સેલિબ્રિટી સહિત ઘણાં લોકો ચંદ્ર પર જમીન ખરીદવા લાગ્યા છે. ત્યારે હવે સુરતના વિજય કથીરિયાએ બે મહિનાના પુત્ર માટે ચાંદ પર એક એકર જમીન ખરીદી છે.

વિજય કથીરિયાએ 13 માર્ચે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.ગત રોજ જમીનની ખરીદીને મંજૂરી મળી ગઇ છે. ત્યારે સૌથી નાની ઉંમરે જમીન ખરીદી કરવાનો પણ રેકોર્ડ  બન્યો છે. નિત્ય નામનો બાળક જમીન માલિક બન્યો છે.

સુરતના એક વેપારીના ઘરે બે મહિના પહેલા એક બાળક નો જન્મ થયો હતો અને વેપારી પિતાએ બાળક ને ગિફ્ટમાં જમીન આપવાનું નક્કી કર્યું હતું અને થોડા દિવસો પહેલા એક એકર જમીન પણ ખરીદી કરવામાં આવી હતી અને આ જમીનને ખરીદી પણ લેવામાં આવી છે.

Image source

વિજય કથિરીયા હાલ સુરતના સરથાણા વિસ્તારમાં વેપારી તરીકે કાચના વેપાર સાથે જોડાયેલા છે. વિજય કથિરીયાના પરિવારમાં બે મહિના પહેલા દીકરાનો જન્મ થયો. મળતી માહિતી મુજબ, 13મી તારીખે ન્યૂયોર્કની ઈન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રી કંપનીમાં વિજય કથિરીયાએ ચંદ્ર પર જમીન ખરીદવા માટે ઓનલાઈન અરજી કરી હતી.

વિજય કથિરીયાએ તારીખ 13 માર્ચે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ગઈકાલે તેઓને જમીનની ખરીદીને મંજૂરી પણ મળી ગઈ છે. ચંદ્ર પરની જમીનના થોડા પેપર્સ ઈ-મેઈલ દ્વારા આવ્યા છે જ્યારે કેટલાંક પેપર્સ હવે કુરિયરમાં આવશે અને હાલ તેઓના પરિવાારમાં ખુશીનો માહોલ છે. આ સાથે જ તેમણે એક નવો જ રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે.

આમની પહેલા પણ ભાવનગરના તળાજાના ગોપનાથ રોડ પર રહેતા અને અંલગમાં ઓઇલનો વેપાર કરતા યુવક જાવેદ ગીગાણીએ દાવો કર્યો હતો કે, તેમણે USA કંપની મારફતે ચંદ્ર પર એક એકર જમીન ખરીદી છે. એક એકર જમીન રાખવા માટે લુનાર લેન્ડર્સ નામની કંપનીએ 750 ડોલર(55,000) રૂપિયા ચૂકવ્યા હતા.