હવે આ ગુજરાતીએ પોતાના બે મહિનાના દીકરા માટે ખરીદી ચંદ્ર ઉપર જમીન, દુનિયાનું પહેલું નાની ઉંમરનું બાળક બન્યું

છેલ્લા થોડા સમયથી ચંદ્ર ઉપર ઘણા લોકો જમીન ખરીદી રહ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે. હાલમાં જ સુરતના એક વેપારી દ્વારા પણ પોતાની બે મહિનાની દીકરા માટે ચાંદ ઉપર જમીન ખરીદવામાં આવી છે.

સુરતના સરથાણા વિસ્તારમાં રહેવા વાળા વિજય કથેરીયાએ પોતાની બે મહિનાની દીકરા નિત્યને ભેટ સ્વરૂપે ચંદ્ર ઉપર જમીન આપી છે. વિજય કાંચના વેપારી છે. જે મૂળ રૂપે સૌરાષ્ટ્રના છે અને હાલમાં સરથાણામાં રહે છે.

ચંદ્ર ઉપર જમીન ખરીદવા માટે તેમને ન્યુયોર્ક ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રી કંપનીને ઇમેઇલ મોકલ્યો હતો. આ આવેદનને કંપની દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું.

વિજયના ઘરે બે મહિના પહેલા જ લાડકી દીકરા નિત્ય નો જન્મ થયો. દીકરાના જન્મ સમયે જ વિજયે વિચારી લીધું હતું કે તે પોતાની દીકરાને કંઈક ખાસ ભેટ આપશે. ત્યારે નિત્યના પિતાએ પોતાની દીકરાને એક એવી ભેટ આપવાનો નિર્ણય કર્યો કે તે ભેટ બીજી ભેટ કરતા એકદમ અલગ હોય.

વિજય કથેરીયાએ ન્યુયોર્ક ઇન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રી નામની કંપનીનો સંપર્ક કર્યો અને 13 માર્ચના રોજ ચંદ્ર ઉપર જમીન ખરીદવા માટે ઓનલાઇન અરજી કરી. એક એકડ જમીન ખરીદવા માટે કંપની દ્વારા તેમની અરજી સ્વીકારી લેવામાં આવી. ત્યારબાદ કંપની દ્વારા બધી જ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી અને વિજય કથેરીયાને જમીન ખરીદવાની મંજૂરી મળવાનો ઇમેઇલ આવી ગયો. ત્યારબાદ કંપનીએ તેમને તેનાથી જોડાયેલા બધા જ કાગળ મોકલ્યા.

વિજય કથેરિયા ચંદ્ર ઉપર જમીન ખરીદનારા પહેલા વ્યાપારી છે. જો કે નિત્ય લગભગ દુનિયાની સૌથી ઓછી ઉંમરની બાળકી છે જેના નામે ચંદ્ર ઉપર પોતાની જમીન છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આવનારા દિવસોમાં કંપની દ્વારા અધિકારીક રીતે આ દાવાની જાહેરાત કરવામાં આવશે.

Niraj Patel