સુરતમાંથી સામે આવ્યો ભાઇ-બહેનના સંબંધોને લાંછન આપતો કિસ્સો : માનેલી બહેનને ભાઇએ ગિફ્ટ કર્યો મોબાઇલ, પણ અંદર હતા અશ્લીલ વીડિયો…

ભાઈ-બહેનના સંબંધોને લાંછન લાગ્યું:સુરતમાં સોસાયટીમાં રહેતી માનેલી બહેનને અશ્લીલ વીડિયો સાથે મોબાઈલ ભેંટ આપ્યો, કિશોરીનું માઈન્ડ વોશ કરવા આવી કરી કરતૂત

ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા મામલા સામે આવે છે કે સંબંધો શર્મશાર થાય છે. ત્યારે હાલમાં સુરતમાંથી ભાઈ-બહેનના પવિત્ર સંબંધને લજવતો કિસ્સો સામે આવ્યો અને એ પણ રક્ષાબંધનના પર્વના આગલા દિવસે. એક યુવકે તેની માનેલી બહેનને બદઇરાદાથી પાંચ ગંદા વીડિયો ડાઉનલોડ કરીને મોબાઇલ ગિફ્ટ કર્યો. ત્યારે આ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી.

સુરતના ડીંડોલીમાં રહેતી 17 વર્ષીય સગીરાએ ધોરણ 12માં અભ્યાસ કરે છે. તેના પાડોશમાં રહેતો મયુર શર્મા તેના ઘરે અવરજવર કરતો હતો અને છેલ્લા એક વર્ષથી તેની દાનત બગડી હતી. સગીરાએ મયુર શર્માને માનેલો ભાઈ બનાવ્યો હતો પણ મયુર શર્મા તેનો પીછો કરીને તેને હેરાન કરતો હતો. જ્યારે સગીરા સ્કૂલે જાય ત્યારે તેનો પીછો કરે અને પ્રેમજાળમાં ફસાવવાનો પ્રયાસ કરતો.

લગભગ દસેક દિવસ પહેલા મયુરે સગીરાને મોબાઈલ ફોન ગિફ્ટ કર્યો અને આ મોબાઇલમાં પહેલાથી જ તેણે પાંચ ગંદા વીડિયો ડાઉનલોડ કરેલા હતા. ત્યારે સગીરા સમજી ગઈ કે યુવક તેને પરેશાન કરે છે અને પછી આખરે તેણે આ મામલાની જાણ પરિવારને કરી અને પછી પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી. સગીરાની ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપી યુવકની ધરપકડ કરી લીધી હતી.

Shah Jina