સુરતમાં પ્રેમીએ તેની પ્રેમિકાને કારની અંદર સુખ માણવા કહ્યું, પ્રેમિકાએ ના પાડી તો પ્રેમીએ કર્યું એવું કે જાણીને હેરાન રહી જશો

સુરતમાં બેશરમ પ્રેમીએ પ્રેમિકાને કારમાં સુખનો આનંદ લેવા દબાણ કર્યું અને યુવતીએ ના ના કરી તો પ્રેમીએ કર્યો ભયાનક કાંડ

આજના સમયમાં પ્રેમની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. આજે પ્રેમમાં પવિત્રતા જોવા નથી મળતી પરંતુ વાસનાએ પ્રવેશ કરી લીધો છે. ઘણા પ્રેમીઓ એક બીજાના સંપર્કમાં આવતા જ સંબંધો બનાવવાની ઈચ્છા સેવતા હોય છે. ઘણીવાર કોઈ એક પક્ષ સંબંધ બનાવવા માટે રાજી ના હોય તો તેના ગંભીર પરિણામો પણ આપણે આવતા જોયા છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

ત્યારે હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી રહી છે. જ્યાં એક પ્રેમીએ તેની પ્રેમિકાને કારની અંદર સંબંધો બાંધવા માટે કહ્યું, પરંતુ પ્રેમિકા તેના માટે તૈયાર ના થતા પ્રેમીએ પ્રેમિકાને ચાર પાંચ લાફા ઝીંકી દીધા હતા. જેની જાણ પ્રેમિકાએ તેની માતાને કરતા ઉંમરા પોલીસ મથકે તેમને ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અથવા લાઇન્સ વિસ્તારમાં રહેતી એક 18 વર્ષીય અને 12મુ ધોરણ પાસ કરેલી યુવતીને તેના સિનિયર 25 વર્ષીય રોહિત મંડલ સાથે આંખ મળી ગઈ હતી. અને બંને વચ્ચે પ્રેમ સંબંધો પાંગર્યા હતા. રોહિત કાપડ દલાલીનું કામ કરતો હતો. છેલ્લા ચાર પાંચ મહિનાથી તે સતત મળતા પણ હતા.

આ દરિયાન જ ગત 1 સપ્ટેમ્બરના રોજ યુવતી રોહિતને મળવા ગઇ હતી આ દરમિયાન તેઓ કારમાં ફરતા ફરતા અઠવાલાઇન્સ સ્થિત લુથરા કોલેજ નજીક ગયા હતા. આ દરમિયાન જ રોહિતે યુવતીને સંબંધો બાંધવાની વાત કરી, પરંતુ યુવતીએ તરત ના પાડી, જેના બાદ રોહિત તેની સાથે બળજબરી કરવા લાગ્યો,જયારે યુવતીએ પ્રતિકાર કર્યો ત્યારે રોહિતે તેને ચાર-પાંચ લાફા મારી દીધા હતા.

જે અંગની જાણ ઘરે જઈને યુવતીએ તેની માતાને કરતા ઉમરા પોલીસ મથકે તેમની ફરિયાદ નોંધાવી હતી. યુવતીની માતા અને પિતાના જયારે યુવતી 2 વર્ષની હતી ત્યારે જ છૂટાછેડા થઇ ગઈ હતી. યુવતી તેની માતા સાથે સુરતના વેસુ વિસ્તારની અંદર રહે છે.

Niraj Patel